Abtak Media Google News

તાઉતે વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લાનાં બાગાયત તેમજ ખેતિવાડી પાકોને નુકશાન થયુ છે. આ નુકશાન સંદર્ભે જિલ્લામાં 9 તાલુકામાં 103 જેટલા કર્મચારી અધિકારી સાથે 27 ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાયેલ છે. જયારે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધીકારી એ.એસ મંડોત સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ નુકશાનીનું આકલન કર્યુ હતુ.

1621594421759 1621594396451 Sayclon Survey And Visit 4

સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જિલ્લાનાં તમામ ગ્રામ્ય વિસ્તારોને આવરી સર્વે કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને બાગાયતી પાક ધરાવતા વિસાવદર, મેંદરડા, માળીયા હાટીના અને માંગરોળ તાલુકામાં નુકશાની છે. આ સિવાય ઉનાળુ પાક એવા મગ, તલ, અડદ સહિત અન્ય નુકશાની  પણ સર્વેમાં આવરી લેવાયેલ છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રાહત અને પુન:સ્થાપન કામગીરીના સુપરવિઝન અને અસરકારક અમલીકરણ માટે નિમાયેલ અધિક મુખ્ય સચિવ કમલ દયાની, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સહિતના અધિકારીઓએ  અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ફિલ્ડમાં રહેલી ટીમોને માર્ગદર્શન આપવા સાથે ગ્રામજનોને મળી નુકશાનીનુ પ્રત્યક્ષ નીરિક્ષણ કરી માહીતગાર થઇ રહયા છે.

1621594428367 1621594402547 Sayclon Survey And Visit 8

ઉલ્લેખનીય છે કે, સરકારે નુકશાનીના ત્વરીત સર્વે માટે બહારના જિલ્લાના કર્મચારી, અધીકારીઓને જૂનાગઢ જિલ્લામાં ડેપ્યુટ કર્યા છે. અને જૂનાગઢ જિલ્લામાં રાહત બચાવની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવા હાલ અધિકારીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારના ગામડા ખુંદી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.