ટેલિકોમ ક્ષેત્ર ઉપર સરકાર ઓળઘોળ થશે, અનેક રાહતો મળશે 

સરકારના ચોખ્ખા બે મુદા : આપણી કંપનીઓમાં ઇજારો ન આવવો જોઈએ, બહારની કંપનીઓ આપણી કંપનીઓના ભાગનો નફો લઈ ન જવી જોઈએ

ટેલિકોમ ક્ષેત્ર છેલ્લા થોડા સમયથી આર્થિક સંકડામણમાં મુકાઈ ગયું છે. ત્યારે સરકારે જે કંપનીઓને મદદની જરૂર પડી તેનો હાથ પકડ્યો જ છે. હજુ પણ સરકાર બજેટમાં કંપનીઓ ઉપર ઓળઘોળ થવાની છે. કંપનીઓને રાહત આપતા અનેક નવા નિર્ણયો કરવામાં આવશે. હાલનો સમય જોતા સરકારના સ્પષ્ટ બે મુદા જ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં આપણી કંપનીઓમાં ઇજારો ન આવવો જોઈએ, બહારની કંપનીઓ આપણી કંપનીઓના ભાગનો નફો લઈ ન જવી જોઈએ આ બે મુદાનો સમાવેશ થાય છે.

એલન મસ્કની કંપની સામે ભીડવા ભારતીય કંપનીઓમાં પ્રાણ ફૂંકવા સરકાર તૈયારી દેખાડી રહ્યું છે. સરકાર આગામી બજેટમાં રાહતનો પટ્ટારો ખોલે તો નવાઇ નહી. સામે બજેટમાં રૂ. 35,000 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ, લાયસન્સ ફી ત્રણ ટકાથી ઘટાડી એક ટકા, સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ ઘટાડીને ત્રણ ટકા અને જીએસટી દૂર કરવાની સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ માંગણી કરી છે. આ માંગણીઓ ઉકેલાય તેવા પુરેપુરા સંજોગો છે. એટલે એલન મસ્કની કંપની ભારતમાં આવશે ત્યાં સુધીમાં ભારતની કંપની પોતાના પાટા ઉપર દોડતી થઈ જશે.

બીજી તરફ ટેલિકોમ કંપનીઓનો સરકારે હિસ્સો લીધો હોય એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર વ્યાપાર કરવા ઈચ્છે છે. પણ સરકારે પણ સ્પષ્ટતા કરી છે તેનો ઉદેશ માત્ર મદદનો છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું છે કે સરકાર માત્ર રોકાણકાર જ રહેશે. કંપનીઓ પ્રોફેશનલ દ્વારા ચલાવવામાં આવશે.  સરકાર તેમાં ક્યારેય હસ્તક્ષેપ નહિ કરે. ખાસ તો અત્યારે વોડાફોન આઈડિયાના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પણ નજીકના ભવિષ્યમાં હવે તેના સારા દિવસો શરૂ થવાના છે.