Abtak Media Google News

નાણાકીય ખાદ્યને પુરવા સરકારનો માસ્ટર પ્લાન: એચપીસીએલનો ૫૧ ટકા હિસ્સો ઓએનજીસી ૩૬૯ બીલીયનમાં ખરીદશે

હાલ કેન્દ્રીય બજેટની તૈયારીમાં કેન્દ્ર સરકાર જુટાઈ છે. ભારત સરકારે આગામી નાણાકીય વર્ષમાં રાજયોની મિલકતો વેચીને એક ટ્રિલીયન એટલે કે એક હજાર કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે. અગાઉ અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પડેલી રાજકોષીય ખાદ્યને પુરવા કેન્દ્ર સરકારે આ પ્રકારે નિર્ણય લીધો છે.

ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ અને અર્થશાસ્ત્રીઓએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, નાણામંત્રી અરૂણ જેટલીએ આવનારા નાણાકીય વર્ષ માટે અતિમહત્વકાંક્ષી લક્ષ્યાંક સેવ્યો છે. ૧લી એપ્રિલથી શરૂ થનાર નવા નાણાકીય વર્ષમાં રાજયોની મિલકતો વેચી આશરે પિયા ૧ હજાર કરોડ એકઠા કરવાનો હેતુ રાખ્યો છે. જેનાથી નાણાકીય વર્ષમાં પડેલી ખાદ્યને પુરી કરી શકાશે.

રાજયકક્ષાએ કાર્યરત ઓએનજીસી રીફાઈનરી એચપીસીએલનો ૫૧ ટકા હિસ્સો ખરીદવા તૈયાર છે અને આ માટે ઓએનજીસી ૩૬૯ બીલીયન ચુકવવા સહમત થયું છે. આ મહત્વના કરાર બાદ પણ સરકારે ૯૨૫ બિલીયનનું ભંડોળ એકઠું કરવાનો નિર્ધાર કર્યો છે. નવા નાણાકીય વર્ષ શરૂ થવાના આડે માત્ર બે માસ બાકી છે. ત્યારે આ સમયમાં ૯૨૫ બિલીયન એકત્રિત કરવા સરકારે કમર કસી છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં સરકારે આટલો મોટો લક્ષ્યાંક નિર્ધારત કર્યો છે.

નવી ટેકસ પઘ્ધતિ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ, જીએસટી અંતર્ગત નવા નાણાકીય વર્ષમાં ટેકસને લઈ સરકારે ઓછો લક્ષ્યાંક સેવ્યો છે. જયારે વધુને વધુ મિલકતો વેચી ખાદ્ય પુરવા તરફ વધુ ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓએ આ વિશે જણાવતા કહ્યું છે કે, આગામી નાણાકીય વર્ષ માટે સરકારે ઘણી મહત્વકાંક્ષી યોજનાઓ ઘડી છે. તેમજ મોટાભાગની મિલકતો સરકાર ફલેગ-કેરીઅર એર ઈન્ડિયામાં વેચવા ઈચ્છે છે. આ ઉપરાંત ભારતની બે મોટી કંપની ઈન્ડીયન ઓઈલ અને કોલ ઈન્ડિયાનો અમુક હિસ્સો વેચવા માટે પણ કવાયત હાથ ધરી છે. જે ભંડોળ દ્વારા સરકાર નાણાકીય ખાદ્યને પુરી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.