Abtak Media Google News
  • આડેધડ રસાયણોનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ રહ્યો હોવાથી સરકાર હરકતમાં
  • ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સારી ગુણવત્તાના બિયારણ અને કુદરતી ખાતર ખરીદવા માટે નાણાકીય સહાય તેમજ ઉત્પાદન માટે માર્કેટિંગ સપોર્ટ પણ અપાશે
  • કુદરતી રીતે ઉત્પાદિત કૃષિ કોમોડિટીને પ્રમાણપત્ર આપી તેની નિકાસ પણ કરાશે, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો અને ગૌશાળાઓનું જોડાણ પણ કરાશે
  • સરકાર રાષ્ટ્રીય મિશન તરીકે યોજના જાહેર કરશે: સમગ્ર પ્રોજેક્ટ હાલ પ્રગતિમાં, ટૂંક સમયમાં થશે જાહેરાતો

ભારત ટૂંક સમયમાં કુદરતી ખેતી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવાનું છે. જેમાં સરકાર ખેડૂતોને ખેતીની કુદરતી રીતો અપનાવવા માટે તમામ પ્રકારના પ્રોત્સાહનો આપશે. આ ઉપરાંત તેમાં સારી ગુણવત્તાના બિયારણ અને કુદરતી ખાતર ખરીદવા માટે નાણાકીય સહાય તેમજ ઉત્પાદન માટે માર્કેટિંગ સપોર્ટ પણ આપશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોત્સાહનો પર અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

Agriculture Spray Pump 1000X1000 1

સરકાર કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન શરૂ કરવા માટે તૈયાર છે. કુદરતી ખેતી એ એક પરંપરાગત, રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિ છે જેમાં ખાતરોનો ઉપયોગ થતો નથી.  તે મોટાભાગે ખેતરમાં બાયોમાસ રિસાયક્લિંગ પર આધારિત છે જેમાં બાયોમાસ મલ્ચિંગ, ખેતરમાં ગાયના છાણ-મૂત્રની રચનાનો ઉપયોગ, સમયાંતરે જમીનનું વાયુમિશ્રણ અને તમામ કૃત્રિમ રાસાયણિક ઇનપુટ્સને બાકાત રાખવા પર ભાર મૂકવામાં આવે છે.  સૂચિત યોજનાનો હેતુ કુદરતી રીતે ઉત્પાદિત કૃષિ કોમોડિટીના પ્રમાણપત્ર દ્વારા નિકાસના માર્ગો ખોલવાનો પણ છે.  આ ઉપરાંત, માર્કેટિંગ જેવા અન્ય કેટલાક સહાયક પગલાં પણ હાથ ધરવામાં આવી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સરકાર ખેડૂતોને પરંપરાગત ખાતરની પ્રાપ્તિ માટે ગૌશાળાઓ સાથે જોડાણની સુવિધા આપતી વખતે કુદરતી ખેતી કરવા માટે ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. એમ અધિકારીએ જણાવ્યું હતું. નીતિ આયોગ અને કૃષિ મંત્રાલયે કુદરતી ખેતી પદ્ધતિઓ પર વૈશ્વિક નિષ્ણાતો સાથે ઘણી ચર્ચાઓ કરી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં તેમના બજેટ ભાષણમાં કુદરતી ખેતીની પહેલ પર સરકારના સંકલ્પની જાહેરાત કરી હતી. “પ્રથમ તબક્કે ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને, સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે,” તેણીએ કહ્યું હતું.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, સરકારે 650,000 હેક્ટર ખેતીની જમીનને કુદરતી ખેતી હેઠળ આવરી લીધી છે અને યોજના આગામી પાંચ વર્ષમાં તેને 2 મિલિયન હેક્ટર સુધી વિસ્તારવા માંગે છે.

Screenshot 1 31

 

શું છે ઓર્ગેનિક ખેતી?

ઓર્ગેનિક ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. આ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. આ ખેતી સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પ્રચલિત છે.

ઓર્ગેનિક ખેતીના ફાયદા

ઓર્ગેનિક ખેતીથીજમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી. પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ બજાર ભાવ વધારે મળે છે. ખેતરમાં જ ઉત્પન્ના થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે. રોગ-જીવાતના નિયંત્રણ માટે કષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને નુકશાન કરતું નથી.

ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ ઘણું ઓછું, ખેડૂતો તેની પદ્ધતિ અને લાભથી અજાણ

આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જો કે તેના પાછળ સૌથી મોટું કારણ ઓર્ગેનિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું. જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો.

જો આપણે ઓર્ગેનિક ખેતી તરફ ન વળ્યાં તો ઘરે-ઘરે કેન્સરના દર્દી હશે!!

આજના ફાસ્ટ યુગમાં સવારથી શરૂઆત કરીને સાંજ સુધીમાં જેટલી પણ વસ્તુઓ આરોગીએ છીએ. તેમાં કોઈને કોઈ રીતે રસાયણિક પ્રકિયાનું ભેળસેળ જોવા જ મળે છે. જો કે એવું કહેવામાં આવે છે કે બહારની વસ્તુ આરોગવાથી નુકસાન થાય. પણ હકીકતે તો ઘરે બનેલી વસ્તુ આરોગવાથી પણ નુકસાન તો થાય છે. કારણકે અત્યારે ખેત ઉત્પાદનો અત્યંત નુકસાન કારક રસાયણોથી તૈયાર કરવામાં આવે છે. જો આવુને આવું ચાલ્યું તો દરેક ઘરમાં એક-એક કેન્સરના દર્દી હશે. ખેતીમાં આડેધડ રસાયણોના ઉપયોગને કારણે આજે લોકોમાં કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધુ રહ્યું છે. આવા રોગો થી બચવા માટે પ્રાકૃતિક ખેતી એક વિકલ્પ છે. 1950 સુધી ભારતમાં આવાં રસાયણો બનાવનારાનું નામોનિશાન નહોતું. પણ ત્યારબાદથી ખેડૂતો આડેધડ પેસ્ટિસાઈડ્ઝ વાપરે છે જે આવનારી પેઢી માટે હાનિકારક સાબિત થવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.