Abtak Media Google News

૩૧મી મે એ રાજયનાં ૩૩-જીલ્લામાં ૪૧ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવા તૈયારીનો ધમકમાટ

રાજયમાં કોપાયમાન થયેલા સૂર્યદેવતાને માનાવવા અને વરૂણ દેવને રિઝવવા રાજયની રૂપાણી સરકારે આગામી તા. ૩૧ ના રોજ સુજલામ-સુફલામ યોજનાની સમાપ્તીના અવસરે સમગ્ર રાજયમાં ૪૧ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવા નકકી કર્યુ છે. અને સરકારનાં આદેશને પગલે તમામ જીલ્લા કલેકટરો દ્વારા હવનનાં આયોજન માટે સ્થળ પસંદગી અને અન્ય તૈયારીઓનો ધમધમાટ શરુ કયો છે.

રાજયમાં ૧લી મેથી શરુ થયેલ જળસંચય અભિયાન સુજલામ – સુફલામ પુરજોશમાં આગળ ધપી રહ્યું છે. અને સરકાર દ્વારા સુચવવામાં આવેલા કામોથી પણ અધિક માત્રામાં તળાવો – ચેકડેમ ઉંડા ઉલારવાની કામગીરી પૂર્ણ થવાને આરે છે ત્યારે રાજયનાં મુખ્યમંત્રી દ્વારા વિશાળ જળસંચય અભિયાનની પુર્ણાહુતિ પ્રસંગે રાજયનાં તમામ ૩૩ જીલ્લાઓમાં અવિરત મેધકૃપા વરસે તે હેતુથી ૪૧ સ્થળોએ પર્જન્ય યજ્ઞ યોજનાતમામ જીલ્લા કલેકટરોને સુચના આપતા પર્જન્ય યજ્ઞ યોજના તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

વધુમાં ગઇકાલે મળેલી કેબીનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સતાવાર રીતે રાજયનાં દરેક જીલ્લામાં સારા વરસાદની પ્રાર્થના માટે સુજલામ – સુફલામ અભિયાનની પુર્ણાહુતિ પ્રસંગે જુદા જુદા ૪૧ સ્થળો એ યજ્ઞ યોજવા આદેશ જારી કરી યજ્ઞમાં વધુને વધુ લોકોને જોડવા તેમજ પ્રચાર સહીતના આયોજનો કરવા સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ રાજયમાં જળ કટોકટી સર્જાઇ છે. અને રાજયનાં ર૦૪ ડેમોમાં ફકત ૨૯ ટકા જયજથ્થો જ ઉપલબ્ધ રહેલા આગામી ર૦૧૯ ની ચુંટણીને ઘ્યાને લઇ રૂપાણી સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી સુજલામ સુફલામ યોજના થકી વિશાળ જળસંચય અભિયાન શરુ કરવાની સાથે સારો વરસાદ થાય તે માટે શ્રઘ્ઘ કહો કે અંધશ્રઘ્ધા ભગવાન પાસે ખોળો પાથયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.