Abtak Media Google News

૨૦૨૫ સુધીમાં વાર્ષિક અધધધ રૂપિયા ૧.૬ લાખ કરોડ થી “સરકારી કુબેર”છલકાશે

ભારત નાઅર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના લક્ષ્યને આંબવા માટે શરૂ કરાયેલા પ્રયાસો દરમિયાન સરકાર માટે હવે ધોરી માર્ગ કમાઉ દીકરો બનીને ૧.૬ લાખ કરોડ થી સરકારી તેજુરી છલકાવી દેશે.

સરકારે પૂર્ણ થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રતિ કિમી રૂ. ૬ કરોડની  કમાણીનો અંદાજ મૂક્યો છે, જે આ નાણાકીય વર્ષથી શરૂ કરીને મુદ્રીકરણ કરવામાં આવશે. શરૂઆતમાં,  મુદ્રીકરણ માટે ૬.૮૦૦ કિમીની સંચિત લંબાઈ સાથે ૧૦૪ મુખ્ય સરકારી રોકાણવાળા રાજમાર્ગને પ્રોજેક્ટ માં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં ૧૩૫ કિલોમીટરનો ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે છે, જે દિલ્હી ટ્રાફિક સમસ્યા દૂર કરવા કરવા માટે બનાવવામાં આવ્યો છે, પાણીપત-જલંધરનો ૧૪૫કિલોમીટરનો વિસ્તાર, જમ્મુ અને કાશ્મીરમાં ચેનાનીને નાશરી સાથે જોડતી સૌથી લાંબી રોડ ટનલ,  સમાવેશ થાય છે.

ફક્ત ચાર-લેન અને ઉપર ની ક્ષમતા વાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાનેટવર્ક, જ્યાં હાઇવે ઓથોરિટી પાસે પાસે ટોલિંગ અધિકારો છે તેવા ધોરીમાર્ગધ્યાનમાં લેવામાં આવ્યા છે. એનએચએઆઈ 2૨૦૧૭ થી તેની સંપત્તિનું મુદ્રીકરણ કરી રહ્યું છે  પૂર્ણ થયેલા રસ્તાઓની યાદી બહાર પાડવામાં આવી હતી ટોલ ઓપરેટ અને ટ્રાન્સફર મોડ.  પૂર્ણ થયેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો નું  મુદ્રીકરણ કરશે

જ્યાં સુધી રેલવેની સંપત્તિના મુદ્રીકરણની વાત છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે ૨૧-૨૨ દરમિયાન ૪૦ સ્ટેશનોનું મુદ્રીકરણ કરશે અને આગામી ત્રણ નાણાકીય વર્ષોમાં ૨૦૨૫ સુધીમાં રૂ. ૭૬૨૫૦ કરોડ આવકો ઉભી કરશે. ૯૦ પેસેન્જર ટ્રેનોનું મુદ્રીકરણ લગભગ રૂ. ૨૧૬૪૨ કરોડ થશે. ૨૦૧૭૮ કરોડની ત્રીજી સૌથી વધુ આવક ડીએફસીના મુદ્રીકરણથી આવવાનો અંદાજ છે સરકાર માટે અત્યાર સુધી મોટાભાગે ધોરી માર્ગ પર ખર્ચ કરવા નું જ રહેતું હતું હવે ધોરી માર્ગ પરથી એક કિલોમીટર રૂપિયા ૬ કરોડની આવક ઊભી કરીને ૨૦૨૫ સુધીમાં રૂપિયા ૧.૬લાખ જેટલી અધધ કુબેર ના ભંડાર જેવી આવક ઉભી કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.