Abtak Media Google News
  • ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મનમાની હવે નહિ ચાલે
  • કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સ માટે ફરિયાદ અપીલ સમિતિની રચના કરશે, 30 દિવસની અંદર ફરિયાદનો નિકાલ કરાશે

ફેસબુક અને ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મનમાની હવે નહિ ચાલે. કારણકે સોશિયલ મીડિયાના “વાયરસ”ને નાથવા સરકાર “વેકસીનેશન” કરશે. કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સ માટે ફરિયાદ અપીલ સમિતિની રચના કરશે. 30 દિવસની અંદર ફરિયાદનો નિકાલ કરાશે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021માં સુધારો કરવા માટે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ કમિટીએ અપીલ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે.  આ નિર્ણય મધ્યસ્થીઓ અથવા સંબંધિત મોટી સોશિયલ મીડિયા કંપનીઓ માટે બંધનકર્તા રહેશે. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાજેતરના ભૂતકાળમાં ’સમુદાય દિશાનિર્દેશો’ના કથિત ઉલ્લંઘનને ટાંકીને કેટલાક સેલિબ્રિટી સહિત ઘણા વપરાશકર્તાઓના એકાઉન્ટ બંધ કરી દીધા છે.  આવી સ્થિતિમાં સરકારનું આ પગલું ઘણું મહત્વનું માનવામાં આવે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયએ એક ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એક અથવા વધુ ફરિયાદ અપીલ સમિતિઓની રચના કરશે.  આ સમિતિમાં અધ્યક્ષ અને અન્ય સભ્યો હશે.  કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા સમિતિની રચના કરી શકે છે.

નવા નિયમો હેઠળ, સંબંધિત વપરાશકર્તાઓ ફરિયાદ અધિકારીઓના નિર્ણયો વિરુદ્ધ તેમની અપીલ દાખલ કરી શકે છે.  આ અપીલનો 30 દિવસમાં નિકાલ કરવાનો રહેશે.  1 જૂનના રોજ જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, અપીલ સમિતિ વપરાશકર્તાઓની અપીલ પર ઝડપથી પ્રક્રિયા કરશે અને અપીલ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર આખરે તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરશે. સમિતિ દ્વારા પસાર કરવામાં આવેલ દરેક આદેશનું સંબંધિત કંપનીઓ દ્વારા પાલન કરવામાં આવશે.  વધુમાં, સમિતિ વૈકલ્પિક ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરશે.

ડ્રાફ્ટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત મધ્યસ્થીઓએ ગુપ્તતા અને પારદર્શિતાની અપેક્ષા સાથે વપરાશકર્તાઓને તેની સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવા માટે તમામ યોગ્ય પગલાં લેવા જોઈએ.  વધુમાં, સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતના બંધારણ હેઠળ દેશના નાગરિકોના તમામ અધિકારોનું સન્માન કરવું પડશે.  મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન પર 22 જૂન સુધીમાં સૂચનો માંગ્યા છે.

એકાઉન્ટ બ્લોક કરવા ઉપર લગામની તૈયારી

ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સામુદાયિક માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનને ટાંકીને ભૂતકાળમાં કેટલીક પ્રખ્યાત હસ્તીઓ સહિત ઘણા વપરાશકર્તાઓના એકાઉન્ટ બંધ કરી દીધા છે.  આવી સ્થિતિમાં સરકાર દ્વારા આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે એકાઉન્ટ બ્લોક કરવા ઉપર પણ લગામ લાગશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર એક અથવા વધુ ફરિયાદ અપીલ સમિતિઓની રચના કરશે.  આ સમિતિમાં અધ્યક્ષ અને અન્ય સભ્યો હશે.  કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા સમિતિની રચના કરી શકે છે.

વપરાશકર્તાને કોર્ટમાં જવાનો અધિકાર હશે

નવા નિયમો હેઠળ, સંબંધિત વપરાશકર્તાઓ ફરિયાદ અધિકારીઓના નિર્ણયો સામે તેમની અપીલ દાખલ કરી શકે છે.  આ અપીલનો 30 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. અપીલની પ્રાપ્તિની તારીખથી 30 દિવસની અંદર આખરે તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરશે.  આ ઉપરાંત સમિતિ વૈકલ્પિક ફરિયાદ નિવારણ સિસ્ટમ પ્રદાન કરશે.  ઉપરાંત, ફરિયાદીને કોઈપણ સમયે ફરિયાદ અંગે કોર્ટમાં જવાનો અધિકાર રહેશે.

ફરિયાદોનું નિરાકરણ નિયત સમયમાં કરવાનું રહેશે

ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ,  24 કલાકની અંદર એકાઉન્ટને સસ્પેન્શન, ડિલીટ અથવા બ્લોક કરવા જેવી કોઈપણ ફરિયાદ સ્વીકારવી પડશે અને માહિતી અથવા લિંકને દૂર કરવાના કિસ્સામાં અને 15 દિવસમાં ફરિયાદનું સમાધાન કરવું પડશે.  જેમાં બદનક્ષી, અશ્લીલ, ગોપનીયતાનો ભંગ, નકલી અથવા ખોટી માહિતી/સંચાર/સામગ્રી દૂર કરવાની ફરિયાદ દાખલ થયાના 72 કલાકની અંદર ઉકેલી લેવાનો રહેશે.  વધુમાં, સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતના બંધારણ હેઠળ દેશના નાગરિકોના તમામ અધિકારોનું સન્માન કરવું પડશે.  મંત્રાલયે આ સૂચનાના ડ્રાફ્ટ પર 22 જૂન સુધીમાં ટિપ્પણીઓ માંગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.