Abtak Media Google News
  • સોમવારે યોજાનારા પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનીવર્સીટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી ૫ જૂનના રોજ ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી-ગાંધીનગર ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી  પરસોત્તમભાઈ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન અને આશીર્વચન આપશે.
આ પદવીદાન સમારોહમાં કામધેનુ યુનીવર્સીટીની વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના ૪૯૯, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ અને પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થીઓને મળી કુલ ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા ૧૨૧ અને અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપી, તેમજ ૧૪ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.