Abtak Media Google News

હળવદમાં પુરવઠા વિભાગે ફરિયાદીને આરોપી બનાવી દીધા

 

અબતક,હળવદ

મોરબી જિલ્લા પુરવઠા તંત્રમાં ચાલતી લોલમલોલ સામે આવાજ ઉઠાવી દુકાનદાર ઓછું અનાજ આપતો હોવા અંગે ઓનલાઇન ફરિયાદ કરનાર મહિલાનું અનાજ બંધ કરી દેવાતા પુરવઠા વિભાગના આંધળા, બહેરા તંત્ર સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા જમનાબેન લકુમ નામના રાશનકાર્ડ ધારકને ગામની સસ્તા અનાજની દુકાનમાંથી સાડા ત્રણ કિલો અનાજ મળતુ હતુ. જોકે, પુરવઠા વિભાગની વેબસાઇટમાં તેઓને સાત કિલો અનાજ મળવાપાત્ર હોવાનું દર્શાવાયુ હતુ. આથી આ મુદ્દે જમાનાબેન દ્વારા પુરવઠા વિભાગમાં ઓનલાઇન ફરીયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના એક જ મહિના બાદ તેઓને રાશનકાર્ડ દ્વારા અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યુ. આ મુદ્દે પુરવઠા વિભાગમાં તપાસ કરી તો જવાબ મળ્યો કે, તેઓ જમીન ધરાવતા હોવાથી રાશનકાર્ડમાં અન્ન અને પુરવઠાનો લાભ ન મળી શકે. આ અંગે જમાનાબેને જણાવ્યુ કે, મારા ખાતે પાંચ વીઘાથી પણ ઓછી જમીન છે.

જયારે સુંદરગઢ ગામમાં મારાથી વધુ જમીન ધરાવતા લોકોને પણ રાશનકાર્ડમાં અનાજ મળે છે.

આ સંજોગોમાં તેઓએ પુરવઠા વિભાગના કમાઉ દીકરા એવા ગામના દુકાનદારની ઓનલાઇન ફરીયાદ કરી હોવાથી અમારૂ રાશન બંધ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું.

નાગરિકોને પુરવઠા વિભાગ દ્વારા જે અનાજ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે એની ચકાસણી ઓનલાઇન પણ થઇ શકે છે. પુરવઠા વિભાગની વેબસાઇટ ( વિિંાંત://મભત-મજ્ઞર.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ/ ) ઉપર આપને કેટલી વસ્તુઓ મળવાપાત્ર છે એની ચકાસણી તમે પણ કરી શકો છો. આ ઉપરાંત પુરવઠા વિભાગના હેલ્પલાઇન નંબર 18002335500 દ્વારા પણ માહિતી મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.