- હજારો વૃક્ષનું બેફામ છેદન છતાં તંત્ર દ્વારા કાર્યવાહીના નામે મીંડું હાઈકોર્ટે કહ્યું કલેક્ટર કાર્યવાહી કરે: લાકડાના નાણાં સરપંચએ ગ્રામ પંચાયતમાં જમા ના કરાવતા પૂર્વ સરપંચ દ્વારા ફરિયાદ
આજ કાલ ચર્ચા રહેલું મોટા મૂંજીયાસર ગામ લગ્ન કાંડ બાદ સરપંચ દ્વારા વૃક્ષનું બેફામ છેદન કરી ત્રણ લાખની સરપંચ જયસુખભાઈ ખેતાણી દ્વારા ઉંચાપત કરી હોવાનું સામે આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. બગસરા તાલુકાના મોટા મુંજીયાસરમાં ગત વર્ષે ગ્રામ પંચાયતએ ગૌવચર જમીન માથી વૃક્ષો હટાવવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ આ માટે કોઈ મંજૂરી ન લેવાયેલી હોય અને ટીડીઓ અને ડેપ્યુટી ડીડીઓની તપાસમાં ગરરીતિ અને નિયમ ભંગ થયો હોવાનો રિપોર્ટ છતાં સરપંચ સામે કોઈ કાર્યવાહી ન થતા મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જેથી કલેકટરને આગળની કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ આપ્યો છે.
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ કાળુભાઈ સતાશિયા ગત વર્ષે જુદા-જુદા સમયે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયતે સામાન્ય સભામાં તારીખ 24 -11 – 23 ના રોજ ઠરાવ કરી ગૌચરમાંથી ગાંડો બાવળ, ગોરડ બાવળ અને જાડી જાખરા દૂર કરવા નિર્ણય કર્યો હતો. આ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની હતી. કપાયેલા વૃક્ષોના થડ આજે પણ સાબિતી રૂપ ઊભા છે. નિયમ મુજબ કલેકટર અને વનતંત્રની મંજૂરી મળ્યા પછી જ આ વૃક્ષો કાપી શકાય અને તેના લાકડાના વેચાણની 50% રકમ સરકારમાં જમા થાય છે,જ્યારે 50% ગ્રામ પંચાયતને મળે છે. ગ્રામ પંચાયતને આવી કોઈ રકમ આપવામાં ન આવી હતી. જેની પૂર્વ સરપંચ રમેશભાઈ દ્વારા આ અંગે જુદા જુદા સ્થળે રજૂઆત કરી હતી. અને ડેપ્યુટી ડીડીઓ તથા ટીડીઓની તપાસ અંગે સરપંચના નિયમભંગ કર્યા હોવાનું સાબિત થયું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હતા. અને આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં લઈ જવાયો હતો. ત્યારે હાઇકોર્ટે આ સમગ્ર તપાસ જિલ્લા કલેકટરને અંગે આગળ પ્રોસેડિંગ કરવાનું હુકમ કર્યો હતો. પૂર્વ સરપંચ દ્વારા સરપંચ સામે ત્રણ લાખના હંગામી ઉચાપતની રાવ કરવામાં આવી હતી.
ટીડીઓએ સરપંચને દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી. ડેપ્યુટી ડીડીઓની તપાસનો રિપોર્ટ કરી મંજૂરી વગર વૃક્ષો કાપીને સરપંચ જયશુખભાઈ ખેતાણી એ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી બેફામ વૃક્ષોને કાપી નાખ્યા હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. તેમ છતાં સરપંચ ઉપર કોઈ કાર્યવાહી કરાઈ ના હતી. તેમ છતાં પૂર્વ સરપંચએ મામલતદારને ગેરકાયદેસર વૃક્ષો કપાયા હોવાનું જણાવી આ અંગે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ 1951 મુજબ કાર્યવાહી કરી સૂચના અપાઇ હતી. પરંતુ મામલતદાર એ પણ કોઈ પગલાં ન લીધા.
આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતા કોર્ટ દ્વારા હુકમ કરી કલેક્ટરને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.