- મેયર દક્ષેશ માવાણીના હસ્તે ‘ગરવી ગુર્જરી ટ્રાઈબલ મેળા’ ની ભવ્ય શરૂઆત
- 100 જેટલા વિવિધ ક્રાફટ સ્ટોલ દ્વારા કલાત્મક વસ્તુઓનું થઇ રહ્યું છે વેચાણ
- સુરતવાસીઓ સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો મેયર દ્વારા કરાયો અનુરોધ
સુરતમાં ‘ટ્રાઈબલ’ની થીમ સાથે ‘ગરવી ગુર્જરી ટ્રાઈબલ મેળા’ ને શહેર મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાઇબલ મેળામાં ૧૦૦ જેટલા વિવિધ ક્રાફટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ‘વોકલ ફોર વોકલ’ નેમને સાકાર કરતો ગરવી ગુર્જરી ટ્રાઈબલ મેળો હાથશાળ અને હસ્તકલાની કારીગરો માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાઈબલ મેળામાં ૧૦૦ જેટલા વિવિધ ક્રાફટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થઇ રહ્યું છે. ‘વોકલ ફોર વોકલ’ નેમને સાકાર કરતો ગરવી ગુર્જરી ટ્રાઈબલ મેળો હાથશાળ અને હસ્તકલાની કારીગરો માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે.
ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલ કારીગરોના ઉત્પાદનોને ‘ગરવી ગુર્જરી ટ્રાઈબલ મેળા’ થકી ખરીદવાની તક સુરતવાસીઓને મળી છે. ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ દ્વારા કારીગરોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો આશય છે, ત્યારે સુરતીજનોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘરઆંગણે તક મળી છે. સુરતવાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા કરાયો હતો.