Abtak Media Google News

ફિલ્મ જગતમાં સતત  ૬૦ વર્ષ સુધી શ્રેષ્ઠ ગીતો લખ્યા, પ્રથમ ફિલ્મ ‘શાહજહાઁ’ માં કે.એલ સાયગલના સ્વરમાં ‘જબ દિલ હી તૂટ ગયા, હમે જી કે કયા કરે’ ગીત હીટ થઇ ગયું. ફિલ્મ દોસ્તીના ગીત ‘ચાહુંગા મેં તુ જે સાંજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો

અસરાર ઉલ હસન ખાન જેને આપણે મહાન ગીતકાર મજરૂહ સુલ્તાન પુરીના નામથી ઓળખીયે છીએ. તેમનો જન્મ ૧ ઓકટોબર ૧૯૧૯ આગરા પાસેના સુલ્તાનપુરમાં થયો હતો, તેથી જ તેના નામ પાછળ ગામનું નામ લગાવી મજરૂહ સુલ્તાનપુરી બની ગયા. તે ભારતનાં ઉર્દુ કવિ અને ફિલ્મ જગતના પ્રખ્યાત ગીતકાર હતા. તેમની ફિલ્મી સફર ૧૯૪૬ થી ૨૦૦૦ સુધી રહી તેમણે કે.એલ. સાયકલ થી શરૂ કરીને હાલના અમીરખાન માટે પણ ગીતો લખ્યા હતા. તેઓ એક માત્ર ગીતકાર છે જેને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

૧૯૫૦ થી ૬૦ ના દશકામાં તેઓ ભારતીય સિનેમાના પ્રમુખ ગીતકાર હતા જો કે બાદમાં તેમણે સતત ચાલીસ વર્ષ સુધી ફિલ્મી ગીતો લખ્યા હતા, તે ર૦મી સદીના મહાન ગીતકાર હતા. ૧૯૬૫માં આવેલી ‘દોસ્તી’ ફિલ્મના ગીત ‘ચાહુંગા મેં તુ જે સાંજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૩માં જીવન મહાન ઉપલબ્ધ સમો ‘દાદા સાહેબ’ એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૦ના દશકામાં યુવા ધનને ગમતા રોમેન્ટીક સોંગમાં અમીરખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’, લવ, કુર્બાન, લાલ દુપટ્ટા મલમલકા, જેવી હિટ ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમણે નવા સંગીતકારો આનંદ મિલીંદ, જતીન-લલીત જેવા સાથે પણ કામ કરીને શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા.

પ્રારંભે મુશાયરામાં કવિતા ગાતા હતા. તેમણે ફિલ્મ જગતમાં જીગાર મુરાદાબાદી લાવ્યા હતા. ૧૯૪૫માં તેઓ મુંબઇ આવ્યા જયાં તેમની ગઝલ, શાયરી, કવિતા, ગીતો લોકોને ખુબ જ પસંદ પડયા હતા. ૧૯૪૬માં સંગીતકાર નૌશાદે મજરૂહના ગીતો ફિલ્મ ‘શાહજહાઁ’ માટે લખાવ્યા, પહેલી જ ફિલ્મમા ‘જબ દિલ હી તુટ ગયા’ કે.એલ. સાયગલના સ્વરમાં સુપર ડુપર થઇ ગયું, ૧૯૫૬માં દેવ આનંદની ફિલ્મ ‘સી.આઇ.ડી.’ માટે બધા જ ગીતો લખ્યા જેમાં ‘લે કે પહેલા પહેલા પ્યાર’ આજે પણ લોકો ગાતા નજરે પડે છે. ત્યારબાદ મહેંદી, ડોલી, મહબૂબ, અંદાજ, આરજું જેવી હિટ ફિલ્મોના સુંદર ગીતો લખ્યા હતા.

મજરૂહ સુલ્તાન પુરી રાજનીતિમાં જુકાવને કારણે બલરાજ સહાની જેવા અનય વામપંથી સાથે ૧૯૪૯માં જેલ યાત્રા  કરી હતી. તેઓ જેલમાં હતા ત્યારે તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ૧૯૭૫માં રાજકપૂરે ફિલ્મ ‘ધરમ- કરમ’ ના એક ગીત માટે રૂ. એક હજાર આપેલા જે ગીત ‘ઇક દીન મીટ જાયેગા માટી કે મોલ’ ખુબ જ પ્રસિઘ્ધ થયું હતું.

૧૯૫૬ના દશકામાં મજરૂહ સુલ્તાનપુરીએ શ્રેષ્ઠ ફિલ્મી ગીતો લખ્યા હતા. ફૈઝ અહમદ ફૈઝ અને ખુમાર બારાબંકવી તો મજરૂહને શ્રેષ્ઠ ગીતકાર માનતા હતા, ફિલ્મ નિર્માતા નાસિર હુસૈન સાથે સૌથી વધુ ફિલ્મોમાં ગીતો લખ્યા જેમાં મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હીટ થઇ હતી. ૧૯૫૭ થી ૧૯૯૫ સુધીની ફિલ્મોમાં તુમ સાનહી દેખા, તીસર મંજુલ, દિલ દે કે દેખો, ફિર વહી દિલ લાયા હું, બહારો કે સપને, કારર્વા, યાદો કી બારાત, હમ કીસીસી કમ નહી, જમાને કો દિખાના હે, કયામત સે કયામત તક, જો જીતા વોહી સિંકદર, અકેલે હમ અકેલે તુમ જેવી ટોચની ફિલ્મો હતી.

તીસરી મંજીલના હિટ ગીતો ને કારણે સંગીતકાર આર.ડી.બર્મનના સંગીતના વખાણ થયા હતા. ર૪ મે ૨૦૦૦ ના રોજ ૮૦ વર્ષે મુંબઇમાં નિધન થયું હતું. તેમની યાદમાં તેમના ગામ સુલ્તાનપુરમાં એક ગાર્ડન બનાવાયો છે. તેમના કેટલાક યાદગાર ગીતોમાં ‘હાવરા બ્રીજ’ ફિલ્મનું ‘બાબુજી ધીરે ચલના પ્યાર મેં જરા સંભલના’ આજે પણ હીટ છે. તેમની હિટ ફિલ્મોની યાદી બહુ જ લાંબી છે સતત ૬ દશકા સુધી તેમણે  સુંદર ગીતો લખ્યા, જેમાં ચલતી નામ ગાડી, તીન દેવીયા, સોલવાસાલ, દુશ્મન, મેરેજીવનસાથી, મીલી, માસુમ, બાત એક રાત કી, કુદરત, અભિમાન, સુઝાતા, કાલાપાની, અનામિકા, નો દો ગ્યારહ, જવેલ થીફ, દીદાર, શાર્ગીદ, વાપસ, પેંઇગ ગેસ્ટ, ચાયના ટાઉન, બમ્બઇ કા બાબુ જેવી ઘણી હિટ ફિલ્મોમાં ગીતો લખીને ફિલ્મેન હીટ બનાવી.

તેમના રોમેન્ટિક ગીતો યુગલ ગીતોના યુવાધન એ જમાનામાં પણ દિવાના હતા અને આજે પણ છે. ૬૦ વર્ષની વયે ૧૮ વર્ષના યુવા દિલોમી ધડકન ના ગીતો તેમને લખ્યા હતા. તેમના સુંદર ગીતો મુકેશ, લતા, કિશોર, મન્ના ડે, કે.એલ. સાયકલ, તલત મહેમુદ, રફી, આશા ભોંસલે, શમશાદ બેગમ, હેમંતકુમારે જેવાએ ગાયા હતા. પણ સૌથી વધુ યુગલ ગીતો રફી-લતાએ ગાયા હતા જે આજે પણ એવર ગ્રીન છે.

મજરૂહ સુલતાનપુરી તેમની યુવા વયે પુનાની ચિકિત્સાનો અભ્યાસ કર્યો અરબી અને ફારસી ભાષા પણ તેમણે શીખી હતી. તેઓ પ્રભાવ શાળી, સરળ શૈલીના ઉમદા માનવ હતા. ૧૯૪૯ માં મિલયુનિયનની બેઠકમાં કવિતા સંભળાવતા હતા જેને કારણે તેમને બે વર્ષની સજા થઇ હતી. ૧૯૫૧માં પાકિસ્તાન પણ ગયા હતા ત્યાં પણ તેમની ધરપકડ કરાઇ હતી. તેમણે બે હજારથી વધુ ફિલ્મી ગીતો લખ્યા હતા, જેમાં મોટાભાગના હિટ થયા હતા.

મજરૂહ સુલ્તાનપુરીના હિટ ગીતો

  • બા બુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના…. હાવડા બ્રીજ
  • ઇક દિન બિક જાયેગા માટી કે મોલ….. ધરમ-કરમ
  • મેરી ભીગી ભીગી સી…. અનામિકા
  • આ જા આજા મે હું પ્યાર તેરા…. તીસરી મંજીલ
  • ઓ મેરે દિલ કે ચેન….. મેરે જીવનસાથી
  • કિતના પ્યારા વાદા હે….. કારવાઁ
  • જલ તે હે જીસ કે લીયે….. સુજાતા
  • છોડદો આંચલ જમાના કયા કહેગા…. પેઇંગ ગેસ્ટ
  • રાત કલી એક ખ્વાબ મેં આઇ….. બુઢા મીલ ગયા
  • અકેલે હે તો કયા ગમ હે….. કયામત સે કયામત તક
  • કયા હુઆ તેરા વાદા….. હમ કીસીસે કમ નહીં
  • તેરે મેરે મિલન કી યે રૈના….. અભિમાન
  • લેકર હમ દિવાના દિલ….. અભિમાન
  • બાર બાર દેખો હજાર બાર દેખો….. ચાઇના ટાઉન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.