Abtak Media Google News

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. તેની ચેઈન તોડવા રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેને પગલે લોકોને ધંધા રોજગારમાં માઠી અસર પડી છે. ત્યારે આવા સમયમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સાઇકલ ચાલક સામે એમવી એકટ એટલે કે , મોટર વ્હીકલ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. જોકે મોઘા દાટ વાહન ચાલકો સામે નહિવત કાર્યવાહી થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મેમો અને સાઇકલ ચાલકનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોમાં રોષ ફેલાયો હતો.

બીજી તરફ મેમો આપવાની સત્તા હેડ કોન્સ્ટેબલ પાસે હોવા છતાં આ મેમો ડબ્લ્યુએલઆરએ આપ્યો હતો. જોકે આ અંગે ડીસીપીએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

સુરતના પાંડેસરા ખાતે રહેતા રાજબહાદુર યાદવ પોતાની સાઇકલ લઇ રોંગ સાઈટમાં આવતા હોવાથી પોલીસે તેમને પકડી પાડ્યા હતા. સાઇકલ ચાલક રાજબહાદુરને ભયજનક વાહન ચલાવવાનો મેમો આપ્યો હતો. જ્યારે સાઈકલ મોટર વ્હીકલ એકટ હેઠળ ન આવતી હોવા છતાં તેને એમવી એકટની કલમો હેઠળ મેમો આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.