Abtak Media Google News

લોક ગાયિકા ગીતા રબારીએ પોતાના ઘરે વેક્સીન લેતો ફોટો પોતાના ઓફિશ્યલ ફેસબુક પેજ પર મુક્યો હતો. ફોટો વાયરલ થતા જ થોડા સમયમાં તેનો વિરોધ સર્જાયો હતો. વિરોધમાં લોકોનું કહેવું હતું કે, રસી માટે લોકો લાઈનોમાં ઉભા રહે છે. જયારે તમે ઘરે રસી મુકવો છો. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે ફોટોમાં રસી આપનાર કર્મચારી વિરુદ્ધ DDO એ નોટિસ ફટકારી હતી.

જેમાં રસી આપનાર કર્મચારીએ આરોગ્ય ખાતાના કર્મચારી સંગઠનના સભ્યોએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને પોતાની વાત રાખી હોવાનું સામે આવી રહ્યું છે. ગીતા રબારીને ઘરે રસી આપવાથી આરોગ્ય કર્મચારીની નોકરી પર ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. ત્યારે પોતાની વગના આધારે માત્ર પ્રસિદ્ધિ હેતુ વેકસીનેસનની જાહેરાત સોસીયલ મીડિયા પર કરાતા ખુદ DDOએ ગાયિકા પ્રત્યે નારાજગી દર્શાવી હતી.

ગીતા રબારી ફરી વિવાદમાં, નિયમો બધા માટે એક સમાન હોય તો પછી આવું કેમ ?

બે દિવસ પૂર્વે શનિવારે માધાપરના મહિલા આરોગ્ય કારમીને ઘરે બોલાવી કોરોના વિરુદ્ધની રસી મુકાવા અને તેની જાહેરાત કરવા બદલ ગુજરાતી લોક ગીત ગાયિકા ગીતા રબારી અને તેમના પતિના કારણે હવે આરોગ્ય કર્મચારીના કાર્ય પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

માધાપર આરોગ્ય વિભાગમાં સુપર વાઇજર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા જે ગાયિકા ગીતા રબારીના ઘરે જઈને કોરોના રસી આપી છે. તેના માટે તેમનો જવાબ લેવામાં આવ્યો હતો. આ જવાબમાં તેમના દ્વારા એક બે મુદ્દે ખુલાસો આપ્યો હતો, પરંતુ તે સંતોષજનક ન લાગતા આજે ફરી તેમને ક્યાં કારણોસર અને કઈ પરિસ્થિતિના કારણે તેમણે ગીતા રબારી અને તેમના પતિને ઘરે જઈને રસી આપી હતી.

ગીતા રબારી જાણીતા ગાયિકા છે તો કચ્છમાં 18+ના એક લાખ અને 44+ના કુલ 3 લાખ લોકોએ જે રીતે કેન્દ્ર પર જઈને રસી મુકાવી છે. એ રીતે તેઓ પણ મુકાવી શક્યા હોત. એમના દ્વારા જો આમ કરવામાં આવ્યું હોત તો તે અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની શકે તેમ હતું. પરંતુ તેમના દ્વારા સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ આ રીતે રસી મુકાવી અને કાયદાની અવગણના કરવામાં આવી છે, તે આયોગ્ય છે. જો કાયદકીય રીતે આ પ્રકારના બનાવમાં કોઈ જોગવાઈ હશે તો જરૂર તપાસ બાદ કાર્યવાહી થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.