બાબરા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી, રોડ ખોદી મૂકી દેવાતા પ્રજાજનોને હાલાકી

અબતક, અપ્પુ જોશી , બાબરા

બાબરા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજાજનોને અત્યંત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નં.3માં ખોદી કાઢેલા માર્ગની મરામત માટે હજુ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

બાબરા નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી લોકોના પડતર પ્રશ્નોના નિકાલ કરવામાં આવતા નથી. બાબરા નગરપાલિકા લોકો સાથે બેદરકારી સેવી રહી છે. બાબરા શહેરમાં વોર્ડ ન.3 ઓમ હોસ્પિટલની બાજુમાં રોડ બનાવેલ છે.

તે રોડ પાલિકા દ્વારા ખોદી નાખેલ હોય જેના લીધે આજુબાજુવાળા રહીસોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ બાબતે પાલિકાને જાણ કરવા છતાય કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોના મુખે જાણવા મળે છે કે આજુબાજુના પ્લોટો રાજકીય નેતાઓ અને આગેવાનોના પડેલ હોય જેથી પાલિકાએ મૌન ધારણ કરેલ છે.

બાબરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને જ્યારે મત જોતા હતા ત્યારે અનેક વાતો  અને વચનો આપ્યા હતા તે વાતો અને વચનો ચૂંટાયા પછી ભૂલી ગયા લાગે છે. જે વોર્ડમા ચૂંટાયા તે જ વોર્ડના મતદારો હેરાન થઈ રહયા છે.