Abtak Media Google News

ગુજરાતના પ્રસિઘ્ધ યાત્રાધામ બેટ દ્વારકાના મંદિરના ગેરવહિવટ તથા ટ્રસ્ટીમંડળની ગેરકાયદેસર નિમણુકના વિવાદો હાલ ન્યાયાલયમાં ચાલી રહ્યા છે તે દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે જાગૃત નાગરિક ભગવતપ્રસાદ પાઢની રીટ પીટીશન અંગે મહત્વનો ચુકાદો આપતા બેટ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓની દર પાંચ વર્ષે નિમણુક કરવાનો નિયમ છે પણ ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે ટ્રસ્ટીઓની ગેરકાયદેસર નિયમો વિરુઘ્ધ નિમણુક કરવામાં આવી હોવાના મુદા સાથે મંદિર વહિવટમાં મોટાપાયે ગેરરીતિઓ અંગે ભગવતપ્રસાદે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ હતી. આ કેસની સુનાવણીના અંગે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એસ.વોરાએ જિલ્લા અદાલતને તમામ ટ્રસ્ટીઓની નવેસરથી પુન:નિમણુક ત્રણ મહિનામાં કરવા આદેશ આપ્યો છે. અરજદાર ભગવતપ્રસાદ તરફથી એડવોકેટ ટી.પટેલની રજુઆતોને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે ટ્રસ્ટીઓની નવેસરથી નિમણુકનો આદેશ આપતા ટ્રસ્ટીમંડળમાં ભારે હલચલ મચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.