Abtak Media Google News

23 નવેમ્બરે રિલીઝ થનારી ‘મેડલ’ સુપરહિટ જશેનો ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવલા સ્ટારકાસ્ટે વ્યકત કર્યો આત્મ વિશ્વાસ 

આવનારી ગુજરાતી ફિલ્મ ‘મેડલ’ની સ્ટાર કાસ્ટએ ‘અબતક’ મીડિયાની  શુભેચ્છા મુલાકાત લીધી હતી  આ ફિલ્મમાં પાત્ર ભજવનાર હેમાંગ દવે અને ગીતકાર કુશલ ચોકસીએ વિશેષ વિગતો  આપી હતી બાળકોને   ગમે તેવી આ ગુજરાતી  ફિલ્મ આગામી તા.25 નવેમ્બર શુક્રવારથી સિનેમા ઘરોમાં પ્રસારીત થશે.

Dsc 1509

ફિલ્મનો વિષય સામાન્ય બાળકોની અસામાન્ય ટુર્નામેન્ટ જીતવાની લડત અને તેમાં એક શિક્ષકનું માર્ગદર્શન પર આધારિત છે . જેના મુખ્ય પાત્રો માં છે : જયેશ મોરે , કિંજલ રાજપ્રિયા , મૌલિક નાયક , ચેતન દૈયા , હેમાંગ દવે , અર્ચન ત્રિવેદી વગેરે . ધૃવિન દક્ષેશ શાહ દ્વારા નવકાર પ્રોડક્શનનાં બેનર હેઠળ નિર્મિત થયેલ આ ફિલ્મ નવકાર પ્રોડક્શનના નેજા હેઠળ બનેલ બીજી ફિલ્મ છે. ‘મેડલ’ ની પટકથા અને સંવાદ લખનાર વૈશાખ રાઠોડ પણ એક મહત્વની ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળશે . આ ફિલ્મનું દિગ્દર્શન ધવલ જીતેશ શુક્લ દ્વારા કરવામાં આવ્યું છે જે પોતાની ” ખિચડી ” , ” ભાખર વડી ” જેવી ટેલિવિઝન સિરિયલમા લાગણીપૂર્ણ દિગ્દર્શન માટે નામના મેળવી ચૂક્યા છે અને હવે મેડલ એમની પહેલી ફીચર ફિલ્મ છે .

મેડલ ગુજરાતની એક મોટી ફિલ્મ કહી શકાય , જેનું શૂટિંગ લગભગ 40 દિવસ સુધી મોટા ટિંબલા ગામ ખાતે કરવામાં આવ્યું હતું . આ ફિલ્મ માં ગ્રામીણ વિકાસ , શિક્ષા અને રમત ગમત ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે .  મેડલ ની વાર્તા એક યુવાન અંગ્રેજી શિક્ષક પર આધારિત છે , જે સરકારી શાળામાં ભણાવવા માટે ખાનગી શાળાની આરામદાયક નોકરીનો ઇનકાર કરે છે . પછી શરૂ થતી તેની કઠણ સફરમાં સામાજિક કલંક સામે લડે છે , ગામનાં વિદ્યાર્થીઓને મનથી કેળવે છે અને તેમને  ખેલ કલા મહાકુંભ ” માં મેડલ જીતવા માટે તાલીમ આપે છે . શું તેઓ મેડલ જીતી શકશે ?

નવકાર પ્રોડક્શન્સની શરૂઆત 2016 માં સ્થાપક ધ્રુવિન શાહ અને શ્લોક રાઠોડના હાથે થઈ હતી . ગુજરાતમાં વિશ્વકક્ષાની ગુણવત્તાયુક્ત ફિલ્મ બનાવવી , પ્રમોટ કરવી અને ફેલાવવી નવકાર પ્રોડક્શન હાઉસ નો ધ્યેયે રહેલ છે . વર્ષોથી પ્રદેશની જરૂરિયાતોને સમજીને , નવકારે વિશ્વભરના દર્શકો માટે નવી ગુજરાતી સામગ્રી બનાવવાનો પાયો પહેલેથી જ તૈયાર કર્યો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.