Abtak Media Google News

રાજકોટ ના જ નિર્માતા અને દિગ્દર્શક તથા મોટા ભાગના રાજકોટના જ કલાકારોને લઈ ને તૈયાર કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી’ આગામી 30 ઓગષ્ટે રીલિઝ માટે તૈયાર છે.

WhatsApp Image 2024 08 17 at 12.38.32 PM 1

અનેક ફિલ્મોના પ્રોડક્શન ડીઝાઇન ના અનુભવી એવા નિલેશ ચોવટીયા દિગ્દર્શિત આ ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી’ માં ફિલ્મ ‘યુવા સરકાર’ અને પેન્ટાગોન’ ફેમ હર્ષલ માંકડ, નવોદિત અભિનેત્રી શીતલ પટેલ સહીત રંગભુમી અને ફિલ્મોના જાણીતા કલાકારો એવા મેહુલ બુચ, વિપુલ વિઠ્ઠલાણી, પુજા સોની, માનીન ત્રીવેદી, મીત્રેશ વર્મા, ચેતસ ઓઝા અભિનય કરી રહ્યા છે.

WhatsApp Image 2024 08 17 at 12.38.32 PM 2

કચ્છ ના ટુરીઝમ તથા છેવાડાના ગામની એક સુંદર સ્ટોરી સાથે તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મ માટે આખે આખા કચ્છી ગામનો આબેહુબ વિશાળ સેટ રાજકોટ ખાતે જ તૈયાર કરવામાં આવેલો, આ ઉપરાંત આ ફિલ્મ માં ભુજીયો ડુંગર, કચ્છનો પ્રખ્યાત રણોત્સવ જેવી અનેક જાણીતી જગ્યાઓ કંડારવામાં આવી છે.

WhatsApp Image 2024 08 17 at 12.38.32 PM 3

ગુજરાતના બહોળા પ્રેક્ષક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ફિલ્મ ‘રણભૂમી’ આગામી 30 ઓગસ્ટે ગુજરાત અને મુંબઇ ના સિનેમાઘરો માં રીલીઝ કરવામાં આવશે તેવી માહીતી મળી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.