Abtak Media Google News

ઘૂસણખોરી કરવા માટે બોગસ દસ્તાવેજ ઊભા કરાતા પોલીસ વધુ તપાસ હાથ ધરશે

હાલ યુએસમાં ઘૂસણખોરી કરનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે ગત સપ્તાહમાં ઉત્તર ગુજરાતના 9 વિદ્યાર્થીઓ બોગસ દસ્તાવેજોના આધારે યુનાઇટેડ સ્ટેટમાં ઘૂસણખોરી કરતા પકડાઈ ગયા હતા. આભૂષણ ખરોને અમેરિકા ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પરંતુ ઘટસ્પોટ એ વાતનો થયો કે તેમના દ્વારા જે આઇલેટસ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં તેઓને ખૂબ જ સારા એવા ગુણ મળ્યા હતા પરંતુ કોર્ટમાં તેઓ ઇંગલિશ બોલવામાં ’ઢ’ સાબિત થયા.

આ ચોકાવનારી વાત સામે આવતાની સાથે જ યુએસ પોલીસ દ્વારા હવે ગંભીરતાથી આ મુદ્દા અંગે તપાસ હાથ ધરવામાં આવશે કારણ કે આ પ્રકારના બોગસ સર્ટિફિકેટ ઉભા કરી વિદ્યાર્થીઓ યુએસ સાહિતના દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવી રહ્યા છે જે ખરા અર્થમાં અયોગ્ય છે. એટલું જ નહીં આ બોગસ સર્ટિફિકેટ ઉભા કરનાર એજન્ટો ઉપર પણ તવાઈ બોલાવવામાં આવશે. અમેરિકામાં માનવ તસ્કરીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે આ સ્થિતિને અટકાવવા માટે પોલીસ અને સરકાર પણ આકરા કદમ ઉઠાવી રહી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ જે એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી તેમાં સહેજ પણ પારદર્શકતા દાખલવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં સીસીટીવી કેમેરા પણ બંધ રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જીણવટ ભરી રીતે તપાસ કરવા માટે યુએસ કોન્સ્યુલેટ જનરલ કે જેઓ મુંબઈમાં બેસે છે તેઓએ મહેસાણા પોલીસને મેલ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવા જણાવ્યું હતું અને એ વાતની પણ સ્પષ્ટતા કરવા કહ્યું કે આ વિદ્યાર્થીઓને કેવી રીતે આટલા વધુ માર્ક આવી શક્યા. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ આઈલેટસની પરીક્ષા પાસ કરવા માટે હોશિયાર વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે ત્યારે ચાર વિદ્યાર્થીઓ કે જે ખોટી રીતે યુએસમાં ઘૂસણખોરી કરી તો તેમની પરીક્ષા કેના દ્વારા અને કઈ એજન્સી દ્વારા લેવામાં આવી અને સીસીટીવી શું કામ બંધ રાખવામાં આવ્યા તે અંગે તપાસ હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.