Abtak Media Google News

સતત પગ હલાવવાની ટેવ ઘણી વખત રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમનાં લક્ષણોમાં પરિવર્તિત થઇ જાય છે

સતત પગ હલાવવાની ટેવ ઘણી વખત રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમના લક્ષણોમાં પરિવર્તિત થઈ જાય છે. ડોપામાઈનના લેવલમાં થતો ફેરફારએ આ સિન્ડ્રોમનું કારણ બની રહે છે. નાનપણમાં પગ હલાવવાની ટેવ મોટા થયે શારીરિક બીમારી નોતરે છે. રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ ડિસઓર્ડરનું એક મુખ્ય કારણ ડોપામાઇનના લેવલમાં થતો ઘટાડો છે, એક ન્યુરોટ્રાન્સમીટર જેનું સ્તર ખાસ કરીને સાંજે ઘટે છે, જે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમના લાક્ષણિક ચિહ્નો તરફ દોરી જાય છે. સેરેબ્રલ કોર્ટેક્સ હેઠળ ડોપામિનેર્જિક સિસ્ટમ ચેતાકોષોથી બનેલી છે જે હલનચલન નિયંત્રિત કરે છે જેને કારણે વ્યક્તિ ચાલવાની જરૂરિયાત અનુભવે છે. ડોપામાઇનમાં ઘટાડો ખાસ કરીને સાંજ અને રાત્રિના કલાકોમાં થાય છે, જેનાથી ઊંઘ આવવી મુશ્કેલ બને છે અથવા ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે.

આ સિન્ડ્રોમના પીડિત લોકો અનિદ્રાથી પણ પીડાય છે, કારણ કે નીચલા અંગોમાં અસ્વસ્થતા માત્ર હલનચલન દ્વારા જ દૂર થાય છે, દર્દીને પથારીમાંથી બહાર નીકળવાની ફરજ પાડે છે અને આમ ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. ડોપામાંઈનમાં વધઘટ માટે માનસિકતા એટલે મનની સ્થિતિ ખાસ જવાબદાર હોય છે. મનની સ્થિતિની સીધી અસર આ જૈવિક રસાયણ પર થાય છે.  આ ઉપરાંત નાનપણમાં બાળક જયારે નવરાશની પળોમાં પણ પગનું સતત હલનચલન કરે છે અને માતા પિતા દ્વારા તેને રોકવામાં આવતા નથી ત્યારે તેની આ ટેવ ક્યારે સિન્ડ્રોમમાં પરિવર્તિત થઇ જાય છે તેની ખબર પણ રહેતી નથી અને વ્યક્તિ રેસ્ટલેસ લેગસ સિન્ડ્રોમનો શિકાર બને છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો. ધારા દોશી અને ડો.હસમુખ ચાવડા દ્વારા 990 લોકો પર સર્વે કરવામાં આવ્યો છે.

 

  1.  કોઈ વ્યક્તિને ઘરનાં દૈનિક કાર્યો કે ઘરનાં કામ કે સ્નાન-શૌચ વગેરે જેવી દૈનિક ક્રિયામાં અડચણ આવતી હોય કે કામનો ક્રમ ખોરવાતો હોય ત્યારે તેની નોંધ લેવી જોઈએ.
  2.  બીમાર વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે નકારાત્મક વાત ન કરવી. એવા સમયે પરિવારજનોએ થોડી ધીરજ રાખીને સમસ્યાગ્રસ્ત વ્યક્તિ પર વધારે ધ્યાન આપવું જોઈએ.
  3.  પરિવારની કોઈ વ્યક્તિને અવસાદ, ચિંતા, ઉદાસી, ક્રોધ કે ધૃણા જેવી નકારાત્મક લાગણી વારંવાર થતી હોય, એ લાગણી સ્થાયી રહેતી હોય તો એ વિશે વિચાર કરવો જોઈએ. આવું કશું તમારા જીવનમાં દખલકારક હોય તો તમારે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે નકારાત્મક વિચારોની અસર વર્તન પર પણ થતી હોય છે.
  4.  માનસિક રીતે બીમાર વ્યક્તિ વિચારવાયુ, ચિંતા, હતાશ, સંઘર્ષ, અવસાદ, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર (ઓસીડી) કે ડિપ્રેશન વગેરે જેવા માનસિક સમસ્યાના કોઈ તબક્કામાંથી પસાર થતી હોય એ શક્ય છે.

 

  •  તમને એવું લાગે છે કે પગ હલાવવો અનિવાર્ય થઈ ગયો છે અને તમે તેને રોકી નથી શકતા,

જેમાં 45% વયસ્કોએ હા જણાવી

  • તમને તમારા પગમાં તકલીફ, પીડા અને બળતરાનો અનુભવ થાય છે?,

જેમાં 63% વયસ્કોએ હા જણાવી

  • પગમાં દર્દ અને બળતરાનો અનુભવ ક્યારે થાય છે?,

જેમાં 28% એ જણાવ્યું કે ફ્રી હોઈએ ત્યારે, 17% એ જણાવ્યું કે સુતા પહેલા

અને 18% એ જણાવ્યું વધુ ચિંતામાં હોઈએ ત્યારે થાય છે.

  • જયારે તમે ટહેલતા હો અથવા પગ ખેચો ત્યારે આરામ અનુભવાય?

જેમાં 27% એ હા જણાવી

  • દિવસમાં એક જગ્યા પર સ્થિર બેસવાથી અથવા આરામથી ઊંઘવામાં પરેશાની થાય છે?,

જેમાં 36.90% એ હા જણાવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.