Abtak Media Google News

શ્રધ્ધા રાખવી એ સારી બાબત કહેવાય પરંતુ અંધશ્રદ્ધા રાખવી એ ક્યારેક હાનિકારક સાબિત થાય છે. એવી ઘણી ઘટનાઓ આપણી આજુ-બાજુ બનતી હોય છે કે સત્યના પારખા કરાવવા માટે વ્યક્તિના હાથ ગરમ તેલમાં બોળી દેવા. પાટણના સાંતલપુર ગામે આવી જ એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે જેમાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોએ સતના પારખાં કરવા માટે એક માસૂમ ૧૧ વર્ષની બાળકીના હાથ ધગધગતા તેલમાં ડૂબાડયા હોવાનું સામે આવ્યું છે.

શું હતી ઘટના ??

મળતી માહિતી પ્રમાણે સાંતલપુર ગામે રહેતી એ મહિલાનું નામ લખીબેન મકવાણા છે. પીડિત બાળકીએ થોડા દિવસ પહેલા લખીબહેનને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા જોઈ લીધી હતી. આ વાતની જાણ બાળકીએ કોઈને કરી તો નથીને તેની ખાતરી કરવા માટે મહિલાએ બાળકીને પોતાના ઘરે બોલાવી અને સત્યના પારખા કરાવવા માટે તેના હાથ ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા હતા. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી.

બાળકીને ધમકાવી

આરોપી મહિલા લખીબેન મકવાણાએ પીડિત 11 વર્ષીય સંગીતા ઘરે એકલી હતી  મંગળવારે ત્યારે ઘરે બોલાવી અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની ઘટનાને  લઈને બાળકીને ધમકાવી. સંગીતાએ આ વાત કોઈને કરી છે કે નહીં લખીબેને એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ઇન્કાર કરતા લખીબેને તેણીને ઊકળતા તેલમાં હાથ નાખીને સતના પારખા કરવા માટે જણાવ્યું હતું.

અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની વાત કોઈને કહી ન હોય તો ખાતરી માટે ઊકળતા તેલમાં હાથ નાંખવા જણાવ્યું હતું. ઊકળતા તેલમાં હાથ નાખતા જ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આસપાસના લોકોએ બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ ખાતે ખ્સેડવામાં આવી હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપી લખીબેનની ઘરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.