Abtak Media Google News

પ્રોજેક્ટ શાખા અને સિએલસી દ્વારા માર્ગદર્શન આપવાનું શરૂ કરાયું

આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત શહેરી ફેરીયાઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન આપવામાં આવે છે. AtmaNirbhar Nidhi (PM SVAnidhi) a scheme for special micro-credit facility, ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજકોટ શહેરના તથા શહેર બહારથી ગ્રામ્ય વિસ્તારમાથી ફેરી કરવા આવનાર અને ૨૪ માર્ચ-૨૦૨૦ પહેલા ફેરીની પ્રવૃત્તિ કરતા તમામ શેરી ફેરીયાઓને આ યોજના અંતર્ગત લાભ પ્રદાન કરવામાં આવનાર છે.

આ યોજના હેઠળ શહેરી ફ્રીયાઓને બેંક દ્વારા રૂ, ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. જેમા પ્રતિ માસ રૂ, ૯૪૬/-નો લોન હપ્તો ૧૨ માસ ભરવાનો રહેશે અને બેંકને કોઇપણ પ્રકારની સિક્યુરીટી આપવાની રહેતી નથી. તેમજ સમયસર કે વહેલા લોન ભરપાય કરવાથી ૭% વ્યાજ લાભાર્થીના બેંક ખાતામાં DBT મારફત ત્રીમાસીક જમા કરવામાં આવશે. મુદત પહેલા લોન ભરપાય કરી શકાશે અને ડીઝીટલ પેમેન્ટ કરવાથી લાભાર્થીને ૧,૨૦૦/- કેશબેક મળવા પાત્ર થશે.

5

શહેરી ફેરીયાઓને સરકારશ્રીની યોજનાઓનો ડાયરેક્ટ લાભ મળી રહે તે માટે રાજકોટ શહેરના તમામ હોકર્સ ઝોન ખાતે પ્રોજેક્ટ શાખાના સમાજ સંગઠકો તથા CLC કો-ઓર્ડીનેટરો દ્વારા સ્થળ પર જ લોન ફોર્મ ભરવા અંગેની કામગીરી હાલ ચાલુ છે.

જેથી તમામ શહેરી ફેરીયાઓને આધારકાર્ડ, બેંક પાસબુકતથા શહેરી ફેરીયા આઇકાર્ડ તેમની સાથે રાખવા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.