Abtak Media Google News

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સર્જન, ગાયનેકોલોજીસ્ટ, ફીઝીશીયન, પીડિયાટ્રીશન સહિતના નિષ્ણાંત તબીબોની ૯૦ ટકા ઘટ

ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં ગુજરાતનું ચિત્ર ભલે સ્વર્ણિમ ગણાતું હોય પરંતુ જ્યારે આરોગ્યના પરિમાણો અને આંકડાકિય પૃથ્કરણની સમિક્ષા કરવામાં આવે તો ગુજરાતની વર્તમાન સ્થિતિ સંતોષકારક ન ગણી શકાય તેવું ચિતાંજનક ચિત્ર સામે આવ્યું છે.

સંસદના તાજેતરના સત્રમાં જાહેર યેલા આંકડાઓમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી આંકડા મુજબ ગુજરાતમાં માત્ર ૨૧.૩ % એટલે કે ૧૪૭૪ પ્રામિક આરોગ્ય કેન્દ્ર જ ૨૪ કલાક કાર્યરત છે.

ગુજરાતની સરખામણીમાં હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોમાં આ આંકડા ગુજરાતી ઘણા આગળ છે. ગુજરાતમાં માત્ર ૨૩.૭ % ઓપરેાન યિેટરોને કારણે ગુજરાતની આરોગ્ય સેવાની સારી કામગીરીમાં દેશમાં છેક ૧૮ મો ક્રમ આવે છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશ્વિનીકુમાર ચોબેએ સાંસદ ઉમેશ ભાવસાહેબ પાટિલ અને ડીવાય રાઘવેન્દ્ર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં આ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

આ આંકડામાં ઉજાગર યેલી ગુજરાતની આરોગ્ય સુવિધાઅની મર્યાદામાં ગુજરાતમાં ૫૨ % પ્રામિક આરોગ્ય કેન્દ્ર અને ૪૧ % સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ ની. ૩૬૩ આરોગ્ય કેન્દ્રમાં માત્ર ૧૪૧ માં જ ડોકટરો માટે અલગ કવાર્ટરો છે. જ્યારે અન્યમાં કોઈ વ્યવસ જ નથી. ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીના આંકડા અંગે સાંસદ અનીત સિંઘ બીટુ, ચોબેએ ઉઠાવેલા પ્રશ્ર્ન અંગે જવાબમાં ગુજરાતમાં ૨૯% જેટલી તબીબોની ઘટ્ટ છે.

રાજ્યમાં સર્જન ગાયનેકોલોજીસ્ટ, ફીજીશીયન અને પિડિયાટ્રીકની ૯૦% ઘટ પ્રવર્તતી રહી છે. આ આંકડામાં ૫૧૮ જિલ્લા હોસ્પિટલોમાં સ્ટાફના સેટઅપની જગ્યાએ ૨૦૦ જગ્યાઓ ખાલી છે. વળી આ પરિસ્થિતિ જિલ્લાની પેટા હોસ્પિટલોમાં આનાી પણ વધુ ખરાબ છે. ૪૩૫ની જગ્યાઓમાં ૬૨% જેટલી ખાલી પડી છે.

આ અંગે અમદાવાદના એક આરોગ્ય કર્મચારીએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ સુધારવા માટે આરોગ્યના કાયદાઓ અને સેટઅપમાં ઘણા સુધારાઓની જરૂર છે. આરોગ્ય સેવામાં કામના કલાકોની ગણતરી ગ્રામ્ય વિસ્તારમાં સેવા માટે ખાસ પ્રોત્સાહન અને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સુવિધાઓ સુધારીને શહેરી કેન્દ્રોનું કામનું ભારણ ઘટાડવું જોઈએ.

અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ગામડાઓના દર્દીઓની સંખ્યા દરરોજ ખુબ મોટા પ્રમાણમાં આવે છે. આ સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સુવિધા સુધારવી જરૂરી છે તેમ આ કર્મચારીએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.