કોરોનાનો કેર વધતા સીએમ રૂપાણીએ કહી આ ખાસ વાત…

0
121
Vijay-Rupani | government | cm
Vijay-Rupani | government | cm

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોશિયલ મીડિયા પર રાજ્યના લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓએ રાજ્યના આરોગ્યકર્મીઓનો આભાર માન્યો હતો. તેમને સુપરહીરો ગણાવ્યા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેમને બિરદાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે.

સીએમ રૂપાણીએ જાણાવ્યું હતું કે, મહામારીની શરૂઆતથી ત્યારથી જાનની બાજી લગાવીને, દિવસ રાત જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીની સેવા કરી. કેટલાક ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોરિયર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા. આજે ફરી એક વખત પરિસ્થિતિ કથળી છે, કોરોનાના કેસ વધ્યા છે ત્યારે આખુ રાજ્ય આશા રાખી રહી છે. તમારુ કામ તપસ્યા સમાન છે. લડાઇ લાંબી ચાલી છે. તમે પણ મનુષ્ય છો. નારાશા અને થકાવટ પણ થાય. પરંતુ આ કોરોના ક્યારે હટશે ત્યારે હિમ્મત અને આશા રાખીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here