Abtak Media Google News

શાસ્ત્રીત સંગીત સાથે જાઝ, લોક સંગીત, રોક એન્ડ રોલ અને સોફટ રોકમાં વાયોલિનનો ઉપયોગ થાય છે: વાયોલિન શબ્દ મઘ્યયુગની લેટીન કૃત્તિ ‘વિટુલા’ પરથી આવ્યો છે, જેનો અથ થાય છે તંતુ વાદ્ય

આદિ કાળથી સંગીતના વિવિધ વાદ્યો ચલણમાં છે. પ્રાચિન મૂળની સાથે ઇટાલીમાં વાયોલીન ઉત્પાદકોએ 16મી સદીમાં તેનો વિકાસ કર્યો હતો. 18મી અને 19મી સદીમાં આ વાદ્યમાં સતત ફેરફાર થતાં જોવા મળ્યા હતા. આજે સંગીત વાદ્યોના હ્રદય સમા ‘વાયોલિન’ નો રાષ્ટ્રીય દિવસ છે. ફિડલ તરીકે પણ ઓળખાતા વાદ્યને માન આપવા દર વર્ષે આજે ઉજવાય છે તેનો આ દિવસ

વાયોલિન શાસ્ત્રીય સંગીત સાથે સંગીતની વિવિધ શૈલીઓ બેરોક સંગીત, જાઝ, લોકસંગીત, રોક એન્ડ રોલ અને સોફટ રોડમાં પણ વ્યાપક ઉપયોગ થાય છે. વાયોલિન શબ્દ મઘ્ય યુગની લેટીન કૃતિ ‘વિટુલા’ પરથી આવ્યો હતો જેનો અર્થ તંતુ વાદ્ય થાય છે. એશિયાના તુર્કિક અને મોંગોલિયન ઘોડેસવારો વિશ્ર્વના સૌથી પ્રારંભિક ફિડલર હતા, તેઓ ઘોડાના વાળના તાર વડે બે તાંપણાવાળા વાદ્યને વગાડતા હતા.જાુના દરસ્તાવેજી આધારમાં 1955માં ચાર સ્ટ્રિંગ  વાળા વાયોલીન જોવા મળેલા હતા. વાયોલીના કદના આધારે તેમાં ચારથી ચાઠ તાર હોય શકે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ તેનું અનેરુ સ્થાન જોવા મળે છે.

15મી સદીમાં શરુઆત સાથે 1660 માં યુરોપમાં સૌથી લોકપ્રિય વાદ્ય બન્યું હતું. 16મી સદીમાં તેના નિર્માણમાં નિર્માતા સક્રિય થયા હતા.આજનો દિવસ સંગીત વાદ્યોમાં તેના સ્થાનને જાણવાનો દિવસ છે. આ એક બહુમુખી વાદ્ય છે જે એકલા કે જોડીમાં વગાડી શકાય છે. 17મી સદીમાં આ વાદ્ય મ્યુઝિકલ ઓરકેસ્ટ્રામાં ઝડપથી તેનું સ્થાન મેળવી લીધું હતું. વિશ્ર્વના મહાન વાયોલિન વાદકોમાં જર્મનના એજા સોફી મટર, ઇન્ઝાક પર્લમેન, જોશુઆ બેલ, નાદની સાર્લેના, સોનેન બર્ગ જેવાનો સમાવેશ થાય છે. વિશ્ર્વના શ્રેષ્ઠ ફિડલર્સમાં માર્કઓ ‘કોનરનું નામ ખુબ જ જાણીતું છે.સિમ્ફની ઓરકેસ્ટ્રામાં વિશ્ર્વમાં આજે તંતુ વાદ્યોનું ખુબ જ મહત્વ છે, જેમાં વાયોલીન, અલ્ટો, સેલો અને ડબલ બાસનું મહત્વ છે.

સંગીતના આ વાદ્યો થયા લુપ્ત !

હાલના સંગીત વાદ્યો સાથે આપણાં પ્રાચિન તંતુ વાદ્યો, તરંગ વાદ્યોમાં જલતરંગ, કાષ્ઠતરંગ, તબલા તરંગ, નલિકા તરંગ, લોહતરંગ, ઝાલર તરંગ વિગેરે વાદ્યો આજે લુપ્ત થઇ ગયા છે, આજે તેને વગાડનારા પણ ખુબ જ અલ્પ રહયા છે. ત્યારે એક માત્ર જલ તરંગ આજે કયાંક કયાંક જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.