Abtak Media Google News

વરસાદનાં હજીયે કોઈ એંધાણ ની ત્યારે ગરમી અને એને લીધે સ્કિનમાં ડીહાઇડ્રેશનનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. એવામાં શરીરને ઠંડક પહોંચાડનારી કેટલીક ચીજોને માસ્કરૂપે જો સ્કિન પર લગાવવામાં આવે તો ફાયદો ઈ શકે છે. જાણી લો આવા જ કેટલાક સ્કિન-કેર માટે ક્યારેય સાંભળી ન હોય એવી ચીજોમાંી બનતા ફેસ-માસ્ક બનાવવાની પદ્ધતિ.

મેન્ગો-તકમરિયાં હાઇડ્રેટિંગ માસ્ક

બે ચમચા કેરીનો પલ્પ, એક ચમચી તકમરિયાંનાં બી અને એક ચમચી એલોવેરા લઈ એને મિક્સરમાં સ્મૂધ ાય ત્યાં સુધી પીસી લો અને ત્યાર બાદ એને ચહેરા પર લગાવો. ૧૫ મિનિટ રાખ્યા બાદ હૂંફાળા પાણીી માસ્ક ધોઈ લેવો અને ત્યાર બાદ ઠંડા પાણીની છાલક મારો. આ માસ્ક બધા જ સ્કિન ટાઇપ માટે છે જે સ્કિનને એક નવીનતા આપે છે અને મોઇસ્ચરાઇઝરને બેલેન્સ કરે છે.

આ માસ્ક બનાવતી વખતે તકમરિયાંને એક ચમચી ઠંડા પાણીમાં પલાળો અને ત્યાર બાદ બરાબર ચમચીી હલાવીને ૧૦ મિનિટ એમ જ રહેવા દો. આ રીતે કરવાી મિશ્રણ જેલી જેવું બનશે જે આ માસ્ક માટે જરૂરી છે.

સાબુદાણા-લાઇમ માસ્ક

જાડો અને સ્કિનને સાફ કરી શકે એવો સાબુદાણામાંી બનેલો ફેસ-માસ્ક ત્વચાને સોફ્ટ અને સુંવાળી બનાવવાનુંકામ કરે છે. ઑઇલી સ્કિન માટે આ માસ્ક બેસ્ટ ગણાય છે. એ બનાવવા માટે એક ચમચો નાની સાઇઝના સાબુદાણા, ત્રણ ચમચા લીંબુનો રસ, એક ચમચો બ્રાઉન શુગર અને એક ચમચી મુલતાની માટી લેવી. માસ્ક બનાવવા માટે સાબુદાણા અને લીંબુનો રસ એક પેનમાં લઈ એને ધીમા તાપે ગરમ કરો જેી જાડું મિશ્રણ બને. ત્યાર બાદ એને ઠંડું કરી એમાં સાકર, મુલતાની માટી ભેળવીને એને બરાબર મિક્સ કરો. ચહેરા પર આ માસ્ક લગાવી ોડો મસાજ કરો. ૧૦ી ૧૫ મનિટિ રહેવા દો અને ત્યાર બાદ ઠંડા પાણીી ધોઈ લઈ મોઇસ્ચરાઇઝર લગાવવું, સ્કિન સાફ ઈ જશે.

ખસખસ-કોકો ગ્લો માસ્ક

આ માસ્કમાં કોકો સ્કિનને નરીશમેન્ટ આપે છે અને ખસખસ ઠંડક. એ સિવાય કોકો સૂર્યના તાપી તા ડેમેજ સામે પણપ્રોટેક્શન આપવા માટે જાણીતું છે. આ માસ્ક બનાવવા માટે બે ચમચા ખસખસ, બે ચમચા કોકો પાઉડર, ત્રણ ચમચા કાચું દૂધ, ત્રણ ચમચા ઓટમીલ પાઉડર અને અડધી ચમચી ફુદીનાનો પાઉડર અવા એસેન્શિયલ ઑઇલ લેવું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.