Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં સરકાર અપીલ કરશે: 1ર ઓકટોબરે વધુ સુનાવણી

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરૂદ્ધમાં થયેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી . આ સુનાવણીમાં રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર છે એવો મહત્વનો હૂકમ કરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે . બીજી તરફ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે પણ સમય માંગ્યો છે . જેથી સરકારની માંગને ધ્યાને લેતા આ કેસની સુનાવણી 12 ઓક્ટોબરે રાખવામાં આવી છે . જ્યારે દારુબંધીના કાયદાનો વિરોધ કરનાર અરજદારે સરકારની માંગનો વિરોધ કર્યો છે .

અગાઉની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે , ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી . અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી . જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી . દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી.

બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી . એડવોકેટ દેવેન પરીખ એ જણાવ્યું કે દરેક માણસને પોતાની આઝાદીનો અધિકાર છે . જેમાં તે શું ખાય શુ પીવે અને જો ઘરમાં બેસીને બીજાને અડચણરૂપ ન થાય તે રીતે દારૂ પીવાની છૂટ હોવી જોઈએ એવું અરજદાર માને છે . હવે આજના હાઇકોર્ટેના હુકમની વાત કરીએ તો હાઈકોર્ટે જે રીતે આ અરજી ટકવાપત્ર રાખી છે એટલે એ જોતાં સ્પષ્ટ લાગે છે કે હાઇકોર્ટેને પણ આ બાબતે કઈ યોગ્ય લાગ્યું હશે.

સરકારનો વાંધો રદ કરતા હાઇકોર્ટેને એ પણ લાગ્યું હશે કે આ મુદ્દો બીજા જુના મુદ્દા કરતા અલગ છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે , દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી . તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે , જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો  બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા . બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો.

અગાઉની સુનાવણીમાં એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે , રાજ્યની  વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે . વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે .  તે ઉપરાંત મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરી હતી . તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય , દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને પીવે તે પણ ચલાવી લેવાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.