અંજાર સેશન્સ કોર્ટના આજીવન કેદના હુકમને હાઇકોર્ટે રદ કર્યો

જૂની અદાવતમાં થયેલી હત્યામાં આરોપીને નિર્દોષ ઠેરવવામાં સેજપાલ એસોસીએટસને મળી સફળતા

હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ભોગવતો આરોપી સજા મુકત થયા

અંજારમાં 1ર વર્ષ પહેલા નજીવી બાબતે હત્યા અને હત્યાની કોશિષના ગુનામાં આરોપીને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા કરી હતી. જે સજાના હુકમે આરોપીએ હાઇકોર્ટમાં પડકાયો હતો. જેમાં સેજપાલ એસોસીએટસના સીનીયર એડવોકેટની દલીલ ઘ્યાને લ આરોપીની અપીલ મંજુર કરી સેસન્સ કોર્ટના હુકમને રદ કરી નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે.વધુ વિગત મુજબ અંજાર પોલીસ મથકના વિસ્તારમા રહેતા રણજીતસિંહ લાલુભા અને કિશોરસિંહ દાનુભા નામના યુવક પર કાનજી બીજલ નામના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કરતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા રણજીતસિંહનું મોત નિપજયું હતું.

આ બનાવમાં પોલીસે મયુરસિંહ અનુભાની ફરીયાદ પરથી કાનજી બીજલ સામ કલમ 302 અને 308 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ  થતા જેલ હવાલે કર્યો હતો. અન તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કયુૃ હતું.

સેસન્સ  કોર્ટમાં કેસની સુનાવણી શરુ થતા બન્ને પક્ષોની રજુઆત બાદ ફરીયાદી પક્ષ દ્વારા કુલ 36 સાક્ષી તપાસવામાં આવેલ કાનજી બીજલને કલમ 302 ખુનના ગુનામાં આજીવન કેદ તથા રૂ. પ0 હજારનો દંડ તેમજ કલમ 308 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા રપ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ કરી એવી દલીલ કરવામાં આવેલી હતી કે મયુરસિંહ અનુભા નજરે જોનાર સાહેદ નથી. તેવું કિશોરસિંહની જુબાની ઉ5રથી સ્પષ્ટ થાય છે આ બનાવનું કારણ એવું જણાવેલ છે કે આરોપી વારંવાર ખંભારા ગામમાં આવતા હોવાથી મૃતકે તેમને આવવાનું કારણ પૂછેલું, અને તેમાંથી બોલાચાલી થયેલી હતી. પરંતુ સાહેદો તેને સમર્થન આપતા નથી તે જ રીતે આ ઇજાગ્રસ્તએ સારવાર દરમિયાન ડોકટરને પણ આરોપીનું નામ જણાવેલું નથી ફરીયાદ મોડી આપેલી છે જેમાં મયુરસિંહને નજરે જોનાર સાક્ષી તરીકે દર્શાવેલ છે. દવાખાને લાવનારને સાહેદ તરીકે તપાસવામા આવેલા નથી. વધુમાં ડાઇંગ ડેકલેરેશન વખતે પણ કિશોરસિંહ બેભાન અવસ્થામાં હતા. ઓરોપીના કપડા ઉપર કોઇ લોહીના નિશાન નથી અને પોલીસ દ્વારા કબે લેવામાં આવેલા હથિયાર ઉપર લોહીના નિશાન શેરોલોજીકલ રિપોર્ટ મુજબ નથી. આ તમામ હકીકતો ઘ્યાનમાં રાખીને કિશોરસિંહને આરોપીની જ્ઞાતિ સાથે અદાવત હોવાથી ખોટી ફરીયાદ કરેલી છે. તેવી દલીલ કરવામાં આવેલી હતી. બનાવનો સમય પણ સાહેદોની જુબાની મુજબ જુદો જુદો દર્શાવવામાં આવેલો છે. જેથી કાયદાના પ્રસ્થાપિત સિઘ્ધાંતો મુજબ ફરીયાદ પક્ષ આ ગુનો નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલા છે.

હાઇકોર્ટની બે જજોની ખંડપીઠ દ્વારા પણ એવું અવલોકન કરવામાં આવેલું છે કે ખરેખર ઇજાગ્રસ્ત સાક્ષીની જુબાની સામાન્ય રીતે માનવી જોઇએ કારણ કે તેને પહોંચેલી બીજા તે તેની બનાવવાળી જગ્યાએ હાજરીની ખાતરી છે. પણ આ કેસમાં ફરીયાદ દ્વારા આરોપી સામે અપુરતો પુરાવા રજુ કરેલા છે.

જેથી ન્યાયના સિઘ્ધાંત મુજબ નીચેની અદાલતનો સજાનો હુકમ ટકી શકે તેમ નથી. આરોપી તરફે સેજપાલ એસોસીયેટસ એડવોકેટસ વતી દિવ્યેશ સેજપાલએ દલીલો કરી હતી.