Abtak Media Google News
  • દર વર્ષે શ્રાવણમાં ધામ ધૂમથી રામનાથ મહાદેવની વર્ણાંગી ભાવ ભેર ભક્તો જોડાય છે
  • રામનાથ મહાદેવ આજી નદીના પટ્ટમાં જમીન નીચે કમળ આકારના થાળામાં બિરાજમાન છે

શ્રાવણ માસ એટલે મહાદેવનો માસ દરેક શિવાલયોમાંભકતોની ભીડ જોવા મળે છે. ભકતો દ્વારા જળ અભિષેક તેમજ પુજા અર્ચના કરી મહાદેવની આરાધના કરવામાં આવી હતી. હર.. હર.. મહાદેવના નાદ સાથે રામનાથ મહાદેવ મંદીર ગુંજી ઉઠયું છે.

રાજકોટ શહેર જ્યારે ગઢની રાંગની અંદર વસેલું હતું અને શહેરમાં માત્ર 10 હજારની જ વસ્તી હતી ત્યારથી રામનાથ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ શિવલિંગ આજી નદીના પટ્ટમાં જમીન નિચે કમળ આકારના થળામાં બિરાજમાન છે. સમય જતા શિવલિંગ પર મંદિર બાંધવામાં આવ્યું અને રાજા રજવાડા સમયનો બેઠો પુલ આજે પણ ત્યા હયાત છે.

રામનાથ મહાદેવ પર ભક્તોને અતૂટ શ્રદ્ધા

રામનાથ મહાદેવ મંદિરમાં લોકો માનતાઓ માને છે અને લોકોની તમામ માનતાઓ અહીં પરિપૂર્ણ થાય છે. સમગ્ર રાજકોટના લોકોને રામનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે.

આજી નદીમાં પૂર આવે ત્યારે સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થઇ જાય રાજકોટમાં આવેલ રામનાથ મહાદેવ સ્વયંભૂ મંદિર આજી નદીનાં પટ્ટમાં આવેલું છે. આથી રાજકોટમાં 7થી 8 ઈંચ વરસાદ પડતા રામનાથ દાદાની શિવલિંગ પાણીમાં ગરકાવ થઇ જાય છે. પૂરના પાણી ઓસરતા લોકો જાતે જ મંદિરની સાફ સફાઈમાં લાગી જાય છે.

સોમવારે રામનાથ મહાદેવની 101મી વર્ણાંગી

શ્રાવણ મહીનાના ત્રીજા સોમવારે રાજકોટ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભુ રામનાથ મહાદેવ 19/8 ને સોમવારે રક્ષાબંધન ના દિવસે બપોરે 4:00 કલાકે નીકળશે ફુલેકા નો રૂટ રામનાથ મંદિરથી રામનાથ પરા રોડ કોઠારીયા નાકા પેલેસ રોડ આશાપુરા મંદિર પાછળથી કરણપરા ચોક કિશોરસિંહજી રોડ જયરાજ પ્લોટ હાથી ખાના અને રામનાથ મંદિર પરત આવશે બપોરે ત્રણ કલાકે શોડષોપચાર પૂજનઆ દિવસે અભિજીત યોગ સાથે શિવપ્રિય આદ્રા નક્ષત્ર હોવાથી ભક્તો ને મનોકામના દાદા પૂર્ણ થશે તેવું મહંત હરશુખગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું

રામનાથ મંદીરનો ઇતિહાસ

રામનાથ મંદીરનો ઇતિહાસની વાત કરીએ તો આજે 550 થી 600 વર્ષ પહેલા વડોદરાના ગાયકવાડ રાજવીઓનું રાજ હતું. તેના મામલતદારના સ્કુબા દ્વારા ખેતી માટે ચોથ ઉધરાવવામા આવતી હતી તે લોકો આ કામ કરવા નીકળતા ત્યારે રાજકોટની આજી નદી ખાતે સ્કુબાઓ દ્વારા રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. તે સમયમાં આજી નદી અને તેને ફરતે જંગલ હતું કે લોકો તંબુ મહંત ને રાત્રી રોકાણ કરતા હતા જેમાં સ્કુબાઓના સરદાર નો નિયમ હતો કે સવારે મહાદેવની પુજા કરીને અન્નજળ ખાવા પરંતુ આજી નદીની આજુબાજુ કોઇ પણ શીવાલયો નહતા. એટલા માટે સાત દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી સ્કુબા ઓના સરદારે મહાદેવને યાદ કરતા એક દિવસ મહાદેવ સપનામાં આવ્યા અને કહ્યું કે આજી નદીના પટમાં ખોદકામ કરો અને તેમાં શીવલીંગ નીકળશે તેની પૂજા કરી બીજા દિવસે સ્કુબાના સરદારે તેના માણસો પાસે ખોદાકામ કરાવ્યું અને સપના માં મહાદેવ જે કહ્યું હતું કે સત્ય થયું  ત્યારબાદ તે શીવલીંગ નો પુજા કરી અને તેના ઇષ્ટ દેવ રામ હોવાથી તે શીવલીંગને રામનાથ મહાદેવ તરીકેનું નામ આપવામાં આવ્યું

વર્ષોથી રામનાથ મહાદેવ મંદિરમાં થાય છે ‘શિવસ્તુતિ’ મહંત: નિશાંતગીરી

ૃ‘અબતક’ સાથેની વાતચીતમાં રામનાથ મહાદેવ મંદિરના પૂજારી નિશાંતગીરી રમેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રામનાથ મંદિર રાજકોટ શહેરથી પણ પુરાણું છે. જયારે રાજકોટ શહેરનું અસ્તિત્વ નહોતું ત્યારથી જ રામના મંદિર અસ્તિત્વ ધરાવે છે. રામનાથ મહાદેવની પૂજા અર્ચના અમે પેઢી દર પેઢી કરતાં આવ્યા છીએ.

સ્વયંભુ સિઘ્ધ રામનાથ મહાદેવના અનેક પરચાઓ છે જયારે ચેપી રોગ સૌને બેહાલ કરી દીધી હતા ત્યારે સ્વયં રાજાએ હાર માની લીધી ત્યારે મારા દાદાબપુએ રાજાને સુચત કર્યુ કે જો આ રોગ દૂર થાય તો આપણા રામનાથ મહાદેવની વર્ણાગીરૂપે ફુલેકુ કાઢીશું, ત્યારબાદ રોગ વકરતો અટકે છે. અને રામનાથ દાદાનું ફુલેકું કાઢવામાં આવ્યું.

આવા તો અનેક પરચાઓ રામનાથ મહાદેવના છે. ત્યારબાદ 1978માં પૂરની સ્થિતિ સર્જાય હતી ત્યારે પણ રામનાથ મહાદેવનો અનેરો પરચો જોવા મળ્યો હતો.

ભાવિકોએ રામનાથ મહાદેવ પર અતૂટ વિશ્ર્વાસ થકી તેમના કાર્યો પાર પડે છે. દૂર દૂરથી અહી શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.