Abtak Media Google News

   રાજય સરકારે મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાની અમલવારી કરી છે

રાજય સરકાર દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ડ કામગીરી કરનાર મહિલાઓના સન્માનના ઉપલક્ષમાં આજે જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીની સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૫૬ બહેનોને રૂ.૯.૭૬ લાખના પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવી હતી. જૂનાગઢની કૃષિ યુનિ. ખાતે સરદાર પટેલ સભાગૃહમાં રાજયના અન્ન નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ શ્રી રાજેશભાઇ પાઠકના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય સહિતના વિવિધ સેવાના ક્ષેત્રમાં સરાહનીય કામગીરી કરનાર મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

Mahila Samelan 4આ પ્રસંગે નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ શ્રી રાજેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, રાજય સરકારે મહિલાઓ માટે અનેક યોજના અમલમાં મુકી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહિલાઓના ઉત્કર્ષ માટે બજેટમાં પણ પુરતા ફંડની ફાળવણી કરી મહિલાઓને લગતી યોજનાને પ્રાધાન્ય આપ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પણ માતાઓ અને કિશોરીઓ ઉપરાંત બાળકોમાં કુપોષણ ન રહે તે માટે જાગૃતિલક્ષી કાર્યક્રમની સાથે યોજનાઓ અને સહાય પણ આપવામાં આવે છે.

Mahila Samelan 6આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ આપીને સન્માનિત કરતા શ્રી રાજેશભાઇએ વધુંમાં કહયુ કે આંગણવાડીની બહેનો બીજાના બાળકોને પોતાના બાળકોની જેમ જ આંગણવાડીમાં ઉછેર કરી પુરક પોષણ આપે છે. રાજય સરકારે આંગણવાડી બહેનોનું સન્માન કરીને મહિલાઓના સન્માન અને આદરની કેડી કંડારી છે.

Mahila Samelan 7આ પસંગે જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર શ્રી આધ્યશકિતબેન મજમુદારે જણાવ્યું હતું કે રાજય સરકાર મહિલાઓના કલ્યાણ માટે કટીબધ્ધ છે. તેઓએ સન્માનિત તમામ બહેનોને અભિનંદન આપ્યા હતા.

Mahila Samelan 10 1મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ શ્રી જયોતિબેન વાછાણીએ કહયું કે દીકરો દીકરી એક સમાન છે. દિકરી બે કુળને તારે છે. આજે મહિલાઓ આગળ વધે અને મહિલાઓનું સ્થાન સન્માનિત અને આદરભર્યું બને તે માટે રાજય સરકારે અનેક સફળ પ્રયાસો કર્યા છે તેમ જણાવી બહેનોને સ્ત્રી ભુણ હત્યા નિવારવા સમજણ આપી હતી.

Mahila Samelan 12આ સંમેલનમાં જિલ્લાકક્ષાના માતા યશોદા એવોર્ડ વાડલાના શ્રી મીનાક્ષીબેન ડઢાણીયા,ટાટમીયા હર્ષાબેન, વિજાપુરના સવિતાબેન પરમાર , મોરવાડીયા કાન્તાબેન, જૂનાગઢના નૈનુજી લતાબેન, ભટ્ટ સગુણાબેન, ચુડાસમા બીનાબેન અને ચૌહાણ પુષ્પાબેનને રૂ.૩૧ હજાર અને રૂ.૨૧ હજારની રાશિ સાથે તેમજ તાલુકા ઘટક કક્ષાએ પણ કુલ ૫૬ બહેનોને રૂ.૨૧ હજાર  અને રૂ.૧૧ હજારની રાશિના ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આશાવર્કર બહેનોને સાડીનું વિતરણ તેમજ રમત ગમતમાં વિજેતા બહેનોનું સન્માન અને આરોગ્ય કર્મચારીઓનું પણખઅ સન્માન કરવામાં આવ્યું હતું.

Mahila Samelan 14આ પ્રસંગે મહાનગર પાલિકા દ્વારા બનાવાયેલ કેલેન્ડર અને વર્ષ ૨૦૧૮ની ડાયરીનું પણ  શ્રી રાજેશભાઇ પાઠક સહિતના મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે આભાર વિધિ આઇસીડીએસ પ્રોગામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે અને કાર્યક્રમનું સંચાલન શ્રી હારૂન વિહળે કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ,જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી લાભુબેન પીપળીયા, ડે. મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા, કોર્પોરેટર શ્રી હિમાંશુ પંડયા, માજી ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા, શ્રી ભગવાનજીભાઇ કરગઠીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, ડીડીઓ શ્રી ઠેસીયા, મ્યુ. કમિશનર શ્રી વી.જે.રાજપુત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.