આજે મધ્યરાત્રીથી સર્જાશે લાઈરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

national
national

૨૪મીએ પરોઢ સુધી કલાકની ૧૫થી ૧૦૦ ઉલ્કાઓ જોવા મળશે

જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા લોકોએ સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૧૦૫ દિવસનાં વિરામ બાદ ફરી ઉલ્કાવર્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજરોજ મધ્યરાત્રીથી ૨૪મીએ પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષાનો આકાશમાં નજારો જોવા મળશે કલાકની ૧૫ થી ૧૦૦ ઉલ્કા પડતી જોવા મળશે. આ લાયરીડસ ઉલ્કા વર્ષા વિશ્ર્વભરમાં જોવા મળશે. વિદેશમાં લોકો ઉલ્કાવર્ષાનો આનંદ માણવા દરિયાઈ કિનારે, પર્વતીય વિસ્તારોમાં અને નિર્જન જગ્યાઓમાં પડાવો નાખે છે.

ભારત જન વિજ્ઞાન જાથાએ આ લાયરીડસ ઉલ્કા વર્ષાની ફાયરબોલ ફોટોગ્રાફી ડીઝીટલ કેમેરામાં કેદ કરવાનું આયોજન કર્યું છે. પૃથ્વી પર રોજ અંદાજે ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી પર દિવસ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં નિકલ અને લોખંડ હોય છે. તેની રજને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જ‚રી છે. તેમ વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવાયું છે.