Abtak Media Google News

દહેજમાં રૂ ૧૦ લાખ માગી પતિ, સાસુ અને સસરા ત્રાસ દેતા હોવાનો નોંધાતો ગુનો

તળાજામાં સાસરુ ધરાવતી પરણીતા પોતાના પિયર ભાવનગર આવેલ હોય તેણીના પતિએ નશો કરેલી હાલતમાં આવી દહેજમાં રૂ ૧૦ લાખની માંગણી કરી તલ્લાક આપવાની ધમકી આપ્યાની પરણીતાએ મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ તળાજામાં સાસરુ ધરાવતી પરણીતા રજીયાબાનું ઇમરાનભાઇ જોગીયાના નિકાહ ગત તા. ૨૮/૪/૨૦૦૮ ના રોજ થયા હતા. નિકાહ જીવનથી એક પુત્ર અને પુત્રીનો જન્મ થયેલ અને પરણીતા તેના સાસુ, સસરા અને પતિ જોડે રહેતી હતી. છ માસ લગ્ન જીવન સારુ ચાલ્યા બાદ સસરાએ પરણીતા ઉપર નજર બગાડેલ. અને તેણી સસરાને તાબે નહી થતા સસરા, સાસુ તેણીને શારીરીક માનસીક ત્રાસ દેવા લાગ્યા હતા. જે અંગે પતિને ફરીયાદ કરતા તેણે સાંભળી ન હતી. સાસુ કરિયાવર બાબતે મેણાટોળા મારતી હતી.

ગત તા. ૨૬-૬-૧૮ ના રોજ પરણીતા તેના ભાઇના ઘરે પુત્રનો જન્મ થતા લાડવા લઇને ગયેલ અને ત્યા રોકાયેલ જે બાદ  તા. ૨-૭-૧૮ નાન રોજ મોડીરાત્રીના ૧.૩૦ કલાકે તેમના પતિએ ફોન કરતા આટલી મોડી રાત્રે શા માટે ફોન કર્યો અને ઘરે કેમ આવ્યા તેમ પુછતા પતિએ ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરેલ અને સાસુ, સસરાને પણ જગાડેલ તેથી પતિએ સસરા પાસે ધંધો કરવા માટે રૂ ૧૦ લાખ માંગેલ તેથી સસરા રજાકભાઇએ કહેલ કે તમે અત્યારે નશામાં આવેલા છો તમે ઘરે જાવ. આપણે સવારે વાત કરીશું. તેમ કહેતા પતિ માનેલ નહી અને તેમ કહેતા પતિ માનેલ નહી અને વધુ ઉશ્કેરાઇ જઇ કહેલ કે તમારી દીકરી મારે લાયક નથી. તેમ કહી ત્રણવાર તલ્લાક આપી છુટા કરી દીધેલ

આ બનાવ અંગે પરણીતા નોધારી થઇ જતા મહીલા પોલીસ મથકમા પતિ ઇમરાનભાઇ સસરા પોપટભાઇ સાસુ જેતુનબેન સામે દહેજધારા હેઠળ સહીતની કલમો હેઠળ સહીતની કલમો હેઠળ રજીયાબેને ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.