Abtak Media Google News

પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ: પતિ સહિત સાસરીયાઓ સામે નોંધાતી ફરિયાદ

પડધરીમાં પતિએ પત્નીને ‘તૂ મને જોતી નથી’ તેમ કહી દોરી વડે ગળાટુંપોઆપી ઢીકાપાટુનો મારમાર્યાનું સામે આવ્યું છે. ઘવાયેલી પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જયારે પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ અગેની પ્રાપ્ત વિગત મુજબ પડધરીમાં રહેતી કાજલબેન ગોપાલ સોલંકી ઉ.30 ને તેના પતિએ નશામાં ચૂર થઈ બેફામ મારમારી દોરી વડે ગળાટુપો આપી દેતા તેણીને સારવાર માટે અત્રે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

હોસ્પિટલના બિછાનેથી પરિણીતા કાજલબેન સોલંકીએ જણાવ્યું હતુ કે નવ વર્ષ પહેલા તેના લગ્ન ગોપાલ સાથે થયા હતા છેલ્લા ઘણા સમયથી પતિ અને સાસરીયા પક્ષના ત્રાસ ગુજારતા હોય ત્યારે પોતે અનેકવાર પોતાના માવતર ગોંડલના મોવીયા ગામે આવી જતી હતી પરંતુ પતિ ફરી સમાધાન કરી ઘરે તેડી જતો અને ત્રાસ ગુજારતો હતો.ત્યારે ગઈકાલે પણ ગોપાલે દારૂના નશામાં ઘુત થઈ કાજલને ‘તૂ મને નથી જોતી’ તેવું કહી ઢીકાપાટુનો મારમારી દોરી વડે ગળાટુપો આપ્યા હતો.જેથી પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.