Abtak Media Google News

એસજીવીપી ગુરૂકુલમાં આઈસીએસઈ બોર્ડનો માહિતીસભર ઓનલાઈન પરિસંવાદ યોજાયો 

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને જયદેવ સોનાગરાના માર્ગદર્શન સાથે એસજીવીપી ગુરુકુલમાં આઈસીએસઈ બોર્ડની માહિતી સભર ઓન-લાઇન પરિસંવાદ યોજાયો હતો, જેમાં ગુરુકુલના સંતો અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ એક વર્ષ સતત એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સેવા કરનાર ડોક્ટરો અને  એક વર્ષ સતત એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ આપી રહેલ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે એસજીવીપીના એજ્યુકેશનલ ડાયરેક્ટર જયદેવભાઇ સોનાગરાએ જણાવેલ કે આ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, એસજીવીપીના અધ્યક્ષ  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ચાલી રહેલ છે.

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત આઈસીએસઈ બોર્ડને અનુસરતી શાળાઓમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલનો સમાવેશ થાય છે. જેમાં ભારત ઉપરાંત 25 દેશોના 1600 ઉપરાંત વિદ્યાર્થીઓ સંસ્કાર-સભર શિક્ષણ મેળવી રહ્યા છે. સીબીએસઈ બોર્ડને કેન્દ્રીય બોર્ડ ગણવામાં આવે છે જ્યારે આઈસીએસઈ બોર્ડને રાષ્ટ્રીય બોર્ડ ગણવામાં આવે છે. આઈસીએસઈ બોર્ડનો અભ્યાસ ક્રમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ ક્રમને મળતો આવે છે.

આઈસીએસઈ બોર્ડનો અભ્યાસક્રમ વિદ્યાર્થીલક્ષી છે. આ બોર્ડમાં ધોરણ7 પછીથી બાળકોને રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર શીખવાડવામાં આવે છે. ભારતમાં અમેરિકન એક્રેડીટેશન પ્રાપ્ત કરનાર સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ છારોડી સર્વપ્રથમ એસજીવીપી ઇન્ટરેશનલ સ્કુલ છે. અમેરિકા ઉપરાંત વિશ્વના 120 દેશોમાં કાર્યરત જીઆઈટીએ (કમિશન ઓફ ઇન્ટરનેશનલ એન્ડ ટ્રાન્સ-રીઝીઓનલ એક્રેડીટેશન) બોર્ડ છે.

એસજીવીપી ઈન્ટરનેશનલ ઇન્ટરેશનલ સ્કુલમાં કે.જી.થી ધો.12 ધોરણના 1600 ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરે છે. એસજીવીપીમાં પોતાની વર્લ્ડ ક્લાસ એસી હોસ્ટલ છે. જેમાં વિદ્યાર્થીઓ ભારતીય પરંપરાના સંસ્કાર-સભર આધુનિક શિક્ષણ મેળવી રહ્યાછે.

હોસ્ટેલનું સંચાલન શા.કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે જાલમસિંહ, સુવા ઘનશ્યામભાઇ, કલ્પેશભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ વગેરે સંભાળી રહ્યા છે.

એસજીવીપીમાં પ્રદુષણ રહિત વિશુદ્ધ પર્યાવરણ,પોષક અને સાત્વિક આહાર પુરા પાડતું ભોજનાલય છે. આંતરરાષ્ટ્રિય કક્ષાના ક્રિકેટ, ટેનિસ,બાસ્કેટબોલ, ફૂટબોલ, વગેરે રમત ગમતના મેદાનો ઉપરાંત સ્વિમિંગ પુલ, હોર્સ રાઇડિંગ, સ્કેટિંગ તથા વિવિધ ઇન-ડોર રમતોની સુવિધાનો વિદ્યાર્થાઓ લાભ લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.