આદર્શ કોમોડીટી ઉંચુ વળતર આપી શકે !

ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ, કોપર, નિકલ અને એલ્યુમીનીયમ જેવા કોમોડીટીમાં ખરીદીના જ્યારે ગોલ્ડમાં વેચવાના સંકેતો

ઈક્વિટી માર્કેટની જેમ કોમોડિટી બજાર પણ મોટા પ્રમાણમાં રોકાણકારોને આકર્ષે છે. રાજકોટ સહિત અનેક શહેરોમાં કોમોડિટી પ્રત્યે રોકાણનો મોહ સતત વધ્યો છે.  આવી સ્થિતિમાં નિષ્ણાંતોના મત મુજબ આદર્શ કોમોડિટી ઉંચુ વળતર આપી શકે છે. નિષ્ણાંતોના મત મુજબ કંઈ કોમોડીટીમાં ડોકિયું કરવું જોઈએ તેની યાદી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

ગોલ્ડ :-  નિષ્ણાંતોના મત મુજબ ઈન્ડિકેટર આરએસઆઈ અત્યારે ગોલ્ડમાં 30ની નજીક છે. બજાર ઓવર સોલ્ડ જણાય રહ્યું છે. રોકાણકારોએ ફરીથી રૂા.46400ની સપાટીએ સોનુ અડકે ત્યાં સુધી રાહ જોવી રહી. ત્યારબાદ સેલીંગમાં પોઝિશન બનાવી શકાય. ટાર્ગેટ રૂપિયા 45200નો રાખી શકાય. આ કેસમાં સ્ટોપલોસ 46870નો રહી શકે. યુએસ બોન્ડ યીલ્ડ 10 વર્ષની ટોચની સપાટીએ છે. આ સપાટીએ જ સપોર્ટ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સોનાનું લેવલ 45800ની નીચે હોય આ સપાટીએ મજબૂત સપોર્ટ જણાય રહ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

સિલ્વર:- જેમ બને તેમ ડિપમાં રોકાણકારોએ સિલ્વર ખરીદવું જોઈએ તેવું કોમોડીટી ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે. રૂા.45500 નજીક એન્ટ્રી લેવી જોઈએ. ટાર્ગેટ રૂા.69500 રાખી શકાય. સ્ટોપલોસ રૂા.63500નો રહી શકે. અત્યારે સિલ્વરમાં વધુ પ્રમાણમાં વોલેટાઈલીટી છે. સિલ્વર 47000ની નીચે રહી શકે નહીં. નીચા લેવલમાં બાય કરવું જોઈએ.

ધાણા :- એનસીડીઈએક્સ ધાણા (એપ્રીલ) ફયુચરમાં ખરીદવાના સંકેતો નિષ્ણાંતો આપી રહ્યાં છે. રૂા.7160થી 7100ની વચ્ચે પ્રવેશવું જોઈએ. ટાર્ગેટ રૂા.7800 થી 8000 સુધીનો રહી શકે. સ્ટોપલોસ 6650ની નીચે રાખી શકાય.

ક્રુડ ઓઈલ :- ડિપમાં ખરીદવું જોઈએ જો કે 4520થી 4470ની સપાટી પ્રવેશવા માટે સારી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. એમસીએક્સ ક્રુડ ઓઈલનો ટાર્ગેટ રૂા.4770 રહી શકે. સ્ટોપલોસ 4370 નીચે રાખી શકાય. ગયા અઠવાડિયે ક્રુડના વધેલા ભાવ ઘટયા હતા. અમેરિકાના બોન્ડ વધી રહ્યાં છે ત્યારે ક્રુડમાં ટ્રેડીંગ થોડુ જોખમી છે. જો કે, બજાર 48000 તરફ બુલીશ જણાતું હોવાનું માનવામાં આવે છે.

નેચરલ ગેસ :- નેચરલ ગેસમાં ખરીદીનો સંકેત આપ્યો છે. હવામાનની અસર નેચરલ ગેસ ઉપર થતી હોય છે. ખરીદીમાં 220નો ટાર્ગેટ અપાયો છે. સ્ટોપલોસ 188નો રહી શકે. અમેરિકાની ડિમાન્ડ નેચરલ ગેસ ઉપર અસર કરશે.

કોપર :- કોપરમાં ખરીદી માટે રોકાણકારોએ રાહ જોવી રહી. ડિપમાં ખરીદી થઈ શકે રૂા.695એ મજબૂત સપોટ જણાય રહ્યો છે. આરએસઆઈ ઈન્ડિકેટર મુજબ ઓવર બાઉટ એટલે વધુ ખરીદી થઈ છે. કોપર ખરીદી બાદ રૂા.727નો ટાર્ગેટ રહી શકે. સ્ટોપલોસ 685એ રાખી શકાય. કોપરમાં ફરીથી વાર્ષિક હાઈ જોવાઈ રહ્યો છે. લીક્વીડીટી વધુ છે. અમેરિકાની સ્થિતિ પણ કોપર ઉપર અસર કરશે.

નિકલ :- કોપરની જેમ નિકલમાં પણ ડિપમાં ખરીદી કરવી જોઈએ તેવું નિષ્ણાંતોનું કહેવું છે. રૂા.1360 થી 1362 નજીક ગત અઠવાડિયે સપોટ હતો. ખરીદી બાદ રૂા.1395 થી રૂા.1400નો ટાર્ગેટ રહી શકે. સ્ટોપલોસ રૂા.1347ની ઉપર રાખવો જોઈએ તેવું નિષ્ણાંતોનું કહેવું છે કે, કલાકના ચાર્ટમાં એસએમએ 110 નજીક બતાવે છે. અહીં સ્ટ્રોંગ સપોર્ટ હોવાનું જણાય છે. આ અઠવાડિયે નિકલમાં મુવમેન્ટ જોવા મળશે.

અલ્યુમીનીયમ :- એલ્યુમીનીયમ ધાતુ પણ ખરીદવા માટે નિષ્ણાંતો દ્વારા સંકેતો અપાયા છે. રૂા.172ની સપાટી નજીક ખરીદી કરી શકાય. ટાર્ગેટ રૂા.180 મળી શકે. એલ્યુમીનીયમમાં રૂા.167નો સ્ટોપલોસ રાખી શકાય. અત્યારે એલ્યુમીનીયમ 21 દિવસના એસએમએ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. ગત અઠવાડિયે બ્લડબાથ બાર બાયના સિગ્નલ મળી રહ્યાં છે.