Abtak Media Google News

અરિહંત સિદ્ધ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલિહારી ઉપકારી અરિહંત કી,

જિસને સિદ્ધ દિયે મિલાય.જૈન દશેનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અપેણ કરતાં હોય તેવો ઉલ્લેખ આવતો નથી પરંતુ ગુરુની આજ્ઞા ” આણાએ ધમ્મો ” અથોત્  આજ્ઞા એજ ધમે છે તેવો નિર્દેશ છે. ગુરુ આજ્ઞામાં જેનું જીવન તહેત્ત…તેની મુક્તિ હાથવેંત.

જૈનોના ગુરુદેવ કદી કોઈને આશીર્વાદ પણ આપે નહીં કે શ્રાપ પણ આપે નહીં. તેઓ તો સદા અનંતી કૃપા વરસાવતા હોય છે કે જલ્દી – જલ્દી દરેક જીવાત્માઓ મોક્ષના શાશ્ર્વતા સુખોને પ્રાપ્ત કરે. સંસારીઓ કદી હીત વગર હેત કે પ્રીત કરતાં નથી જયારે ગુરુ ભગવંતો નિસ્વાથે ભાવે ” તિન્નાણં – તારયાણં ” અથોત્ સ્વયં તરે અને પરીચયમાં આવનાર દરેકને ભવ સાગરથી તારનાર બને છે.

ઈંગીયાગાર સંપન્ને એટલે કે શિષ્ય ગુરુના ઈશારા તથા સંકેતને સમજી કાયે કરતાં હોય તેને વિનીત શિષ્ય કહેવાય છે.( અ.૧ ગાથા ૨). ના પુઠ્ઠો વાગરે કિંચિ એટલે કે વિનીત શિષ્ય ગુરુને પૂછ્યા વિના કંઈ પણ બોલે નહીં.( અ.૧ ગાથા ૧૪). મમ લાભો ત્તિ પેહાએ એટલે કે ગુરુ કોમળ કે કઠોર વચનથી શિખામણ આપે તો શિષ્ય એમ સમજે કે આ મારા લાભ માટે જ છે.

( અ.૧ ગાથા ૨૭). સાહૂ કલ્લાણ મન્નઈ…ગુરુની શિખામણ હિતકારી માને ( અ.૧ ગાથા ૩૯). પસન્ના લાભઈસ્સંતિ એટલે કે ગુરુ પ્રસન્ન થાય એટલે શિષ્યને શ્રુત જ્ઞાનરૂપી સંપત્તિ આપે.( અ.૧ ગાથા ૪૬). વસે ગુરુકુલે… શિષ્યોએ સદા ગુરુ આજ્ઞા રહેવું. ( અ.૧૧ ગાથા ૧૪). તુભ્ભે ધમ્માણ પારગા… હે ગુરુ ભગવંત આપ જ ધમેના પારંગત છો. ( અ.૨૫ ગાથા ૩૮). તસ્સેસ મગ્ગો ગુરુ વિદ્ઘસેવા એટલે કે ગુરુજન આદિની સેવા એ મોક્ષ માગે છે.( અ.૩૨ ગાથા ૩).

શ્રી ભગવતીજી સૂત્ર શતક ૧૨ ઉદ્દેશક ૯ માં પરમાત્માએ કહ્યું કે નિગ્રઁથ ગુરુ ધમે દેવ તુલ્ય છે.

શ્રી દશ વૈકાલિક સૂત્ર ના “વિનય સમાધિ નામના અધ્યયન ૯ ગાથા ૭ માં કહ્યું છે કે ગુરુની હીલના કે અશાતા કરનારનો કદી મોક્ષ થતો નથી.

આ જ અ.ની ૧૧ મી ગાથામાં ચિંતનનીય વણેન આવે છે કે  કદાચ ગુરુની પહેલાં શિષ્યને અનંત જ્ઞાન સંપન્ન કે કેવળજ્ઞાન થઈ જાય તો પણ કેવળજ્ઞાની શિષ્યે  છદ્દમસ્થ ગુરુનો વિનય,ભક્તિ,સેવા સંપૂર્ણ સમપેણ ભાવે કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.