બાળકોના સર્વાંગી વિકાસમાં તાલિમબઘ્ધ શિક્ષકોની અહંમ ભૂમિકા

  • નાના બાળકોમાં પ્રિ. પીટીસી, પ્રાથમિકમાં પી.ટી.સી. અને હાઇસ્કુલમાં બી.એડ. શિક્ષકો જ હોવા જોઇએ
  • અનકવોલીફાઇડ શિક્ષકોને સરકારે શનિ-રવિના દિવસે ઝડપી તાલિમ આપીને તાલિમ બઘ્ધ કરવા જરૂરી છે: શિક્ષક સજજતા સૌથી અગત્યની બાબત

નવી શિક્ષણ નીતિ-2020 લાગુ પડતાં ફરી જવા રંગરુપ સાથે શિક્ષણની ચર્ચા થતી રહી છે કે કેવા ફેરફારો આવશે પણ તેની સાથે અન કવોલીફાઇડ શિક્ષકોનો પ્રશ્ર્ન પણ ઘણો કપરો છે. પ્રી. પીટીસી, પી.ટી.સી. કે બી.એડ. શિક્ષકો સરકારી શાળામાં તો 100 ટકા હોય છે પણ ખાનગી શાળામાં અનકવોલીફાઇડ શિક્ષકોની સમસ્યા હોય છે ત્યારે તેની સજજતા બાબતે સરકારે વિચારવું પડશે. બે ત્રણ વર્ષ પહેલા ડી.એલ. એડ જેવો દર શનિ-રવિ અભ્યાસક્રમ શરુ કર્યો હતો. જેમાં શહેરનાં ખાનગી શાળાનાં એક શિક્ષકોને તાલિમ આપીને સમકક્ષ ગણ્યા હતા. આવા ઝડપી કોર્ષ ફરી શરુ કરવા જરુરી છે.

સરકાર શેડ્યુલ એફ મુજબ શિક્ષકની ભરતી કરી રહી છે: અરૂણભાઇ દવે

નિવૃત્ત શિક્ષક અરૂણભાઇ દવે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ સરકાર શેડ્યુલ એફ મુજબ ભરતી કરી રહી છે. પીટીસી અને બીએડ ના શિક્ષકો ભરતી કરાઈ છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી ખાનગી શાળાઓનો યુગ વધ્યો ત્યાં અન કવિલીફાઈ શિક્ષકો પણ વધ્યા.2016 માં સરકારે નિયમ જાહેર કર્યો એક પણ શાળામાં અનકવોલીફાઈ શિક્ષક ન હોવા જોઈએ સરકાર એ ખાનગી શાળાઓ માટે શનિ રવિ ડી.એલ.એડ નો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. કવોલીફાઇ શિક્ષક જ બાળકને અલગ અલગ ટેકનિકથી બાળકને ભણાવી શકે છે.

બાળકને શિક્ષણ કવોલિફાઈડ શિક્ષક દ્વારા જ મળવું જોઈએ : દિલીપભાઈ પાઠક (ટ્રસ્ટી)

ઓસ્મ પાઠક સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ પાઠકએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નાના સેન્ટરોમાં ઘણી સંસ્થાઓ અંનકવોલીફાઈ શિક્ષક દ્વારા બાળકોને ભણાવવામાં આવતું હોય છે. આવી શાળાઓમાં ડિગ્રી વગરના શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવા માં આવતું હોય છે. બાળકને શિક્ષણ કવોલીફાઇ શિક્ષક દ્વારા જ મળવું જોઈએ અને શિક્ષકને પણ પૂરતું વેતન મળવું જોઈએ.

ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ શ્રેષ્ઠ: રૂપલબેન દવે

ન્યુ એરા સ્કૂલના પ્રિન્સિપાલ રૂપલબેન દવે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓમાં બીએડ પીટીસી કરેલા ક્વોલિફાય શિક્ષકો ભણાવે ખૂબ જ જરૂરી છે. બાળકો માટે પોલીસ અધિક્ષક દ્વારા અપાતું શિક્ષણ મહત્વનું હોય છે. કવોલીફાઈ શિક્ષકોને ડિગ્રી વગરનાં શિક્ષકો કરતા વેતન સારું મળે છે. પીટીસી કરેલા શિક્ષકો બાળકોને મળે તો સાયકોલોજીકલ અને શિક્ષણમાં તેના ફાયદા ખૂબ મળે.’[

સરકારનો નિર્ણય સરાહનીય છે : ડો.હેમાંગી તેરૈયા

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના લેક્ચર ડોક્ટર હેમાંગી તેરૈયા એ અબતક સાથેની ખાસ વાચીતમાં જણાવ્યું હતું કે, સરકારનો નિર્ણય સરાહનીય છે. કવોલિફાઇ શિક્ષકોએ તાલીમ લીધેલી હોય છે. એ એવો પદ્ધતિસર મનોવિજ્ઞાનિક રીતે પણ તેઓ જાણતા હોય છે કે બાળકોનું મગજ કેવું હોય છે. બાળક સાથે કઈ રીતે કામ કરવું એ બધું પદ્ધતિસર તેઓ કરતા હોય છે. બાળકોને સારામાં સારું ભણાવી અને શ્રેષ્ઠ પરિણામ જોઈ આવી શકતા હોય તો કવોલીફાઈ શિક્ષકો જ કરી શકે છે.

સરકાર બી.એડ,પી.ટી.સી. સિવાયના કવોેલીફાઈડ શિક્ષકો બને એવા કોર્સ બહાર પાડે: ડી.વી.મહેતા (પ્રમુખ)

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વિ મહેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,બીએડ અને પીટીસી નું પોલીસ સ્ટેશન શિક્ષક માટે હોવું ખૂબ જ જરૂરી છે. પાંચ વર્ષ પહેલા અને રાજ્ય સરકારને અરજી કરી આખા ગુજરાતમાં બી.એડ્.ની 10 હજારથી વધુ સીટ નથી.ગુજરાતમાં સ્વનિર્ભર શાળાઓમાં 2.50 લાખ શિક્ષકો નોકરી કરે છે. આમાંથી માત્ર 50 ટકા જ શિક્ષકો ક્વોલિફાઈડ હોય છે. 50ટકા ક્વોલિફાઈડ વગરના શિક્ષકોને બીએડ કરવું હોય તો ક્યા કરે. સીટ 10,000 છે. 1.50 લાખ શિક્ષક એવા હોય છે જેનું કોલીફીકેશન જ હોતું નથી. આવતા 15 વર્ષ સુધી પૂરેપૂરી સીટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માટે ભરાય તો બધી જ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં શિક્ષકો ક્વોલિફાઈ થાય આના માટે અમે રાજ્ય સરકારને અપીલ કરી સરકાર એવા કોર્સ બહાર પાડે કે શિક્ષક છે શાળામાં શિક્ષણ આપવા માટે લાયક બને કોલિફાઈ બને.

પી.ટી.સી.માં ચાઇલ્ડ સાયકોલોજી શિખડાવામાં આવે છે: સુધાબેન ખંઢેરીયા (સેક્રેટરી)

શ્રી એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટ દરબારગઢ ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પિટીસી કોલેજનો મહિમા અમુક કારણોસર ઘટીગયો હતો. પિટીસી થયેલી બહેન જે કામ કરી શકે એ કામ બી.એડ. કરેલી શિક્ષીકા કરી શકે નહિ, જેના કારણોમાં જણાવ્યું પીટીસીમાં નાના બાળકોની ચાઇલ્ડ સાયકોલોજી શિખડાવામાં આવે છે. જયારે બી.એડ. માં ચાઇલ્ડ સાયકોલોજી શીખળવવામાં આવતી નથી. પાંચ વર્ષના બાળકને રમતા રમતા ભણાવું તે પીટીસીના અભ્યાસમાં શીખડાવામાં આવે છે પીટીસીથયેલ શિક્ષીકા બાળકોને તેમની ઉમર અને કક્ષા દ્વારા બાળ ગીતો, વાર્તા અને જોગાળમાં લઇ જઇને શિક્ષણની પ્રવૃતિ આપે છે.