Abtak Media Google News

જામનગર માં નેચરોપેથી માટે અત્યાધુનિક સાધનો તેમજ સુવિધાઓ થી સજ્જ ક્યોર એન્ડ રિસર્ચ સેંટર નો  કેન્દ્રિય મંત્રી પરષોતમ ભાઈ રૂપાલા ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.હાલ ના સમય માં એલોપેથિક દવાઓ ના વધતાં જતા ઉપયોગ અને તેની વિપરીત અસરો ને ધ્યાને લઈ લોકો દિન પ્રતિદિન આયુર્વેદિક તથા પ્રાકૃતિક સારવાર તરફ વળી રહ્યા છે જેમાં રોગો નું જડમૂળથી નિરાકરણ અને સારવાર લોકો ને આકર્ષિત કરી રહ્યું છે

આ બાબતો ને ધ્યાને લઈ ઓસવાલ એજ્યુકેસન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર થી ૧૨ કિલોમીટર દૂર લીલાવતી નેચર ક્યોર એન્ડ રિસર્ચ સેંટર નો કેન્દ્રિય મંત્રી પરષોતમભાઈ રૂપાલા  ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં રાહત દરે વિવિધ પ્રકાર ના રોગો થી પીડાઈ રહેલા તથા લાંબા સમય થી તકલીફ ભોગવતા દર્દીઓ સારવાર મેળવી સકસે આ સેંટર ખાતે પ્રાકૃતિક સારવાર સાથે સાથે અધ્યાતન સાધનો દ્વારા વિવિધ પ્રકાર ની થેરાપી નિષણાંત તબીબો દ્વારા આપવામાં આવસે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.