Abtak Media Google News

કોઈપણ દેશની સુરક્ષા જમીન પરથી તો સરળતાથી થઈ શકે છે પરતું જ્યારે વાત દરિયાઈ સુરક્ષાની આવે ત્યારે સમુદ્ર પર કોઈ માણસ રહી શકતો નથી અને જો જમીન પર ચિંતામુક્ત જીવન જીવવું હોય તો દેશની દરિયાઈ સુરક્ષા પણ જરૂરી છે.

દેશના રક્ષણ માટે 3 સેનાઓ તૈયાર કરવામાં આવી છે ભૂમિદળ, નૌકાદળ,વિમાનદળ. તેમાં લોકો ભૂમિદળ અને વિમાનદળથી તો પરિચિત છે પરંતુ નૌકાદળ સમુદ્રસુરક્ષા માટે કેવા પ્રકારના કર્યો કરે છે તે લોકો જાણતા નથી.

નૌકાદળનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રની દરિયાઇ સરહદોની રક્ષા કરવાનો છે. સંઘના અન્ય સશસ્ત્ર દળો સાથે મળીને, ભારતના બધા જ પ્રદેશોમાં લોકો અને સમુદ્ર હિતોનું રક્ષણ થાય તેવા નિર્ણયો લેવા અને તે મુજબનું કાર્ય કરવાનું છે. ભારતીય નૌકાદળ દરિયા યુદ્ધ માટે જવાનો ને તૈયાર કરે છે અને યુદ્ધ લડવા માટે સક્ષમ કરે છે.

ભારતીય નૌકાદળના ગુજરાત , કર્ણાટક , ગોવા , મહારાષ્ટ્ર , લક્ષદ્વીપ , કેરળ , ઓડિશા , તામિલનાડુ , આંધ્રપ્રદેશ , પશ્ચિમ બંગાળ , અને આંદામાન નિકોબાર આઇલેન્ડમાં તેના ઓપરેશનલ અને તાલીમ મથકો છે . ભારતના નૌસેના જવાનો દરિયાઈ સુરક્ષાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે છે.

નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3 ડિસેમ્બરે ભારતના હવાઇ વિસ્તાર અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કરાયો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઑપરેશન ટ્રાઇડેન્ટ’ શરૂ કરાયું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાચી સ્થિત મુખ્ય મથકને નિશાન બનાવી શરૂ કરાયું હતું.

નૌસેના દિવસ (નેવી ડે) 4 ડિસેમ્બર જ કેમ ઉજવાય છે?

નૌસેના દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય મેળવનાર ભારતીય નૌકાદળની શક્તિ અને બહાદુરીની યાદમાં ઉજવવામાં આવે છે. ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ હેઠળ 4 ડિસેમ્બર, 1971 ના રોજ ભારતીય નૌકાદળએ પાકિસ્તાનના કરાચી નૌસેના પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતા ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ ઉજવાય છે.

આધુનિક ભારતીય નૌકાદળ હિન્દી મહાસાગરની સ્થિતિ સુધારવા માટે ઝડપથી નવીનીકરણ લાવી રહ્યું છે. ભારતીય નૌકાદળની તાકાતમાં 67,000 વધુ જવાનું અને 150 જહાજો અને સબમરીનનો સમાવેશ થાય છે.

નૌસેના દિવસ સાથે નેવી સપ્તાહ પણ ઉજવવામાં આવે છે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે . આ દિવસે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અને વિમાન શાળા બાળકોને અને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.અન્ય કાર્યક્રમો જેવા કે રક્તદાન શિબિર પણ યોજવામાં આવે છે.એક ભારતીય નેવી ઇન્ટર સ્કૂલ ક્વિઝ સ્પર્ધા થાય છે જેમાં નેવી હાફ મેરેથોન તેમ જ સ્કૂલના બાળકો માટે એર ડિસ્પ્લે થાય છે અને ધબકારા પીછેહઠ અને ટેટૂ સમારોહ પણ યોજવામાં આવે છે.

ભારતીય નૌકાદળ ભારત નહિ પરંતુ અન્ય દેશોની સમુદ્ર સરહદોની પણ સુરક્ષા કરે છે જિનકે મોરેશિયસ, સેશેલ્સ જેવા દેશો પાસે જમીન બહુ ઓછી છે કેમકે એક ટાપુ ધરાવતા દેશો છે. ટાપુ એટલે કે તેમની પાસે મોટી દરિયાઈ સીમા છે અને એનાથી પણ વધુ ઇકોનોમિક ઝોન છે તેથી ભારતીય નૌકાદળ ભારતના હિતો સાચવવાની સાથે કોઈ પણ દેશને જરૂર પડ્યે મદદ પણ કરે છે.

નૌસેનાએ દ્વારા જ દેશને વધુ સુરક્ષા મળે છે .નૌસેના જીવનનો જોખમ લઈને દેશને સુરક્ષિત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમના કારણે દેશના લોકો શાંતિપૂર્ણ જીવન જીવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.