Abtak Media Google News

અનેક વખત નાપાસ થયેલી મિસાઈલને સાહસી એરોનોટિકસની ટીમ દ્વારા ફરી સજ્જ કરાઈ

ગત વર્ષે પરિક્ષણમાં નાપાસ કરાયેલી ભારતીય સબસોનિક ક્રુઝ મિસાઈલ નનિર્ભયથને તૈયાર કરવામાં આવી છે. ચીફ એસ ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે નિર્ભયાનું આ પાંચમી વખત પરિક્ષણ કરવામાં આવશે. આવતા સપ્તાહમાં તેઓ બધી જ અન્ય મિસાઈલોનું પરિક્ષણ કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિપ્સફિસીકોન આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ અંતે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, ચોથા પરિક્ષણની નાકામયાબીના તત્વોને દુર કરી દેવામાં આવ્યા છે.

૨૦૧૬ની કસોટીમાં મિસાઈલે તેનું ટાર્ગેટ ચૂકી દીધું હતું અને ઉડાન પહેલા જ અમુક મિનટોમાં બ્લાસ્ટ થઇ ચુકી હતી.

૭૫૦-૧૦૦૦ કિ.મી લાંબી મિસાઈલ ૨૦૧૪ ઓકટોબરમાં પરિક્ષણમાં સચોટ સાબિત થઈ હતી તો છેલ્લા પરિક્ષણમાં ૨૦ મિનિટ હવામાં રહ્યા બાદ જમીન પર પછડાઈ હતી. ભારતીય હથિયારોને વધુ મજબુતી આપતી આ મિસાઈલ હવે ફરીથી અવરોગો ટાળીને તૈયાર કરાઈ છે. ઈન્ડો રશિયન સુપરસોનિક ક્રુઝ મિસાઈલોમાં સફળ પરિક્ષણ બાદ નનિર્ભયાથનો તેમાં ઉમેરો કરવામાં આવશે. ૨ સ્ટેજ મિસાઈલની લંબાઈ ૬ મીટરની છે. તો જાડાઈ ૦.૫૨ મિ, વિંગ સ્પેનની ૨.૭ મિ અને વજન ૧૫૦૦ કિલો રાખવામાં આવ્યો છે. આ મિસાઈલને બેંગલોરના એરોનોટીકલ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે દુશ્મનો માટે ઉંડાણપૂર્વક ઘાતક બનશે.

ક્રુઝ મિસાઈલને સોલિડ મોટર બુસ્ટર દ્વારા એડવાન્સ સિસ્ટમ થકી પુન: તૈયાર કરાઈ છે. સચોટ નેવિગેશન સિસ્ટમ ધરાવતી આ સિસ્ટમને ઈમારત નેશનલ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.