Abtak Media Google News
આ વખતે વચગાળાનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ થશે. તેના માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની સંસદીય બાબતો સાથે જોડાયેલી સમિતિએ બુધવારે આ નિર્ણય લીધો.
https://twitter.com/ANI/status/1082909021487681536
જે વર્ષમાં લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે નાણા મંત્રી મધ્યમવર્તી બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાંક મહિનાઓના સરકારી કામ કાજ ચલાવવા માટે જ હોય છે. નવી સરકાર બન્યાં પછી જુલાઈમાં અનુપૂરક બજેટ રજૂ કરવામાં આવે છે જે બાકીના નાણાંકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષમાં નાણા મંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.ચર્ચા છે કે આ વખતે મોદી સરકાર મીડલ ક્લાસને રાહત આપતાં આવકવેરામાં છૂટની મર્યાદા વધારી શકે છે. આવકવેરામાં છૂટ માટે રોકાણની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે.
ઈન્કમહાલનો ટેક્સ રેટ
2.5 લાખ રૂપિયા0%
2.5 લાખથી 5 લાખ રૂપિયા5%
5 લાખથી 10 લાખ રૂપિયા20%
10 લાખ રૂપિયાથી વધુ30%

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.