Abtak Media Google News

પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ.1,085થી રૂ.1,125 નક્કી કરાઈ

એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડનો આઈપીઓ આગામી 28મીએ ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.1,085થી રૂ.1,125 નક્કી થઈ છે. બિડ લઘુતમ 12 ઇક્વિટી શેર અને પછી 12 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

આઇપીઓમાં રૂ.630 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને વિક્રેતા શેરધારકો દ્વારા 41,972,660 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે.ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા ખરીદી માટે 250,000 ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન સામલે છે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957માં થયેલા સુધારા (એસસીઆરઆર) સાથે નિયમ 19(2)(બી)ને સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(2)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી અને આ પ્રકારનો હિસ્સો ક્યુઆઇબી પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જેમાં શરત એ છે કે, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, અમારી કંપની લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે, જેમાંથી એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો પાસેથી એન્કર રોકાણકારોને ફાળવણીની કિંમત કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન, અથવા નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો  સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નેટ ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.

જોકે જો મ્યુચ્યુઅલ ફંડમાંથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે બાકીના ઉપલબ્ધ ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ આધારે ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઇબી હિસ્સામાં ઉમેરવામાં આવશે.

વળી સેબી આઇસીડીઆર નિયમનો મુજબ, નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (આરઆઇબી)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. સાથે સાથે એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સા અંતર્ગત અરજી કરનાર લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.