Abtak Media Google News

રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડના રૂ.1 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ.405 થી 425 નક્કી કરાયા:  ઓફર 7 ડિસેમ્બર , 2021 ને મંગળવારથી 09 ડિસેમ્બર,2021 ને ગુરુવાર સુધી ખુલ્લી રહેશે

દુનિયામાં અગ્રણી વિતરણ ટેકનોલોજી કંપનીઓમાં સામેલ તથા હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગ માટે ભારતની સૌથી મોટી સોફ્ટવેર એઝ એ સર્વિસ ( SaaS ) કંપની રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડ (” રેટગેઇન  અથવા  કંપની) એ 07 ડિસેમ્બર, 2021 ના રોજ એનો આઇપીઓ ( ઓફર ) લાવવાની યોજના બનાવી છે.ઓફરની પ્રાઇઝ બેન્ડ 1 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ 405 થી425 નકકી થઈ છે. બિડ લઘુતમ 35 ઇક્વિટી શેર અને પછી 35 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડના 1 ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર સામેલ છે , જેમાં 3,750.00 મિલિયન સુધીનો ફેશ ઇશ્યૂ ( ફ્રેશ ઇશ્યૂ ) અને 22,605,530 ઇક્વિટી શેરના વેચાણની ઓફર ( વેચાણ માટેની ઓફર ) સામેલ છે . આ વેચાણ માટેની ઓફરમાં વેગ્નેર લિમિટેડના 17,114,490 ઇક્વિટી શેર (” વેગ્નેર  કે  રોકાણકાર વિક્રેતા શેરધારક ) , ભાનુ ચોપરાના 4,043,950 ઇક્વિટી શેર અને મેઘા ચોપરાના 1,294,760 ઇક્વિટી શેર (સંયુક્તપણે પ્રમોટર વિક્રેતા શેરધારકો ) તથા ઉષા ચોપરાના 152,330 ઇક્વિટી શેર ( ” અન્ય વિક્રેતા શેરધારક ” ) સામેલ છે . ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) દ્વારા સબસ્ક્રિપ્શન માટે 50.00 મિલિયન સુધીનું રિઝર્વેશન સામેલ છે.

ફ્રેેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આ માટે થશે

  • પેટાકંપનીઓ પૈકીની એક રેટગેઇન યુકેએ સિલિકોન વેલી બેંક પાસેથી લીધેલા ઋણની પુન:ચુકવણી / આગોતરી ચુકવણી માટે ,
  • DHISCO ના એક્વિઝિશન માટે ડિફર્ડ પેમેન્ટ માટે ,
  • વ્યૂહાત્મક રોકાણ , એક્વિઝિશન અને ઇનઓર્ગેનિક વૃદ્ધિ ,
  • ટેકનોલોજી ઇનોવેશન , આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓર્ગેનિક વૃદ્ધિની અન્ય પહેલોમાં રોકાણ કરવા ,
  • ડેટા સેન્ટર માટે ચોક્કસ મૂડી ઉપકરણની ખરીદી કરવા અને
  • સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે. આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બંને BSE લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ( BSE સાથે સંયુક્તપણે ” NSE ” સ્ટોક એક્સચેન્જીસ  ) પર થશે. ઓફરની બુક રનિંગ લીડ મેનેજર્સ છે  કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.