Abtak Media Google News

 

યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિમિટેડનાં પ્રત્યેક રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ.548થી રૂ.577ની પ્રાઇસ બેન્ડ ઓફર શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022નાં રોજ પૂરી થશે

 

યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિમિટેડએ બુધવાર, 30 નવેમ્બર, 2022નાં રોજ રૂ. 10ની મૂળ કિંમતનો એક એવા 14,481,942 ઇક્વિટી શેરો સુધીની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ખુલ્લો મૂક્યો છે. જેમાં ધ કરણ સોની 2018 CG-NG નેવાડા ટ્રસ્ટના 11,00,000 ઇક્વિટી શેર્સ, ધ મહેર સોની 2018 CG-NGનેવાડા ટ્રસ્ટના 11,00,000 ઇક્વિટી શેર્સ, પમેલા સોની (સામૂહિક રીતે પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ) દ્વારા 22,00,000 ઇક્વિટી શેર્સ, અશોકા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અશોકા) દ્વારા 71,80,642 ઇક્વિટી શેર્સ અને અંબાદેવી મોરેશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ (અંબાદેવી)ના 21,54,192 ઇક્વિટી શેર્સ (અશોકા અને અંબાદેવી બંને સાથે ઇન્વેસ્ટર્સ સેલિંગ શેરહોલ્ડર્સ તરીકે ઓળખાશે) અને એન્ડ્રુ વોરેન કોડના 1,77,378 ઇક્વિટી શેર્સ, જેમ્સ નોર્મન હેલેનના 1,77,378 ઇક્વિટી શેર્સ, કેવિન જ્હોન કોડના 1,77,378 ઇક્વિટી શેર્સ, ડેનિસ ફ્રાન્સિસ ડેડેકરના 57,420 ઇક્વિટી શેર્સ, મેલ્વિન કિથ ગિબ્સના 41,730 ઇક્વિટી શેર્સ, વોલ્ટર જેમ્સ ગ્રુબરના 24,706 ઇક્વિટી શેર્સ, વેન્ડી રિચર્ડ હમ્મેનના 21,556 ઇક્વિટી શેર્સ, માર્ક લુઇસ ડાઉસનના 20,870 ઇક્વિટી શેર્સ, બ્રેડલી લોરેન્ઝ મિલરના 16,366 ઇક્વિટી શેર્સ, મેરી લુઇસ અર્પના 10,440 ઇક્વિટ શેર્સ, ડિયાના લિન ક્રેગ દ્વ્રારા 8,340 ઇક્વિટી શેર્સ, માર્ક ક્રિસ્ટોફર ડોરાઉના 7,710 ઇક્વિટી શેર્સ, ક્રેગ એ જ્હોન્સનના 5,010 ઇક્વિટી શેર્સ અને મિસ્ટી મેરી ગ્રેસિયાના 826 ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

(સાથે મળીને, ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ અને પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ ભેગાં મળીને સેલિંગ શેરહોલ્ડર્સ) (ધ ઓફર ફોર સેલ અથવા ઓફર). ઓફરમાં પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલ 32.09 ટકા થશે. ઓફર શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022નાં રોજ બંધ થશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 548થી રૂ. 577 નક્કી કરવામાં આવી છે. લઘુતમ 25 ઇક્વિટી શેર્સ અને તે પછી 25 શેર્સનાં ગુણાંકમાં બિડ કરી શકાશે.

તમામ બિડર (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)એ માત્ર એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ પ્રોસેસ દ્વારા જ ફરજિયાત ભાગ લેવાનો રહેશે અને યુપીઆઇ બિડર્સના કિસ્સામાં સંબંધિત બેન્ક એકાઉન્ટ (યુપીઆઇ આઇડી સહિત)ની વિગતો આપવાની રહેશે, જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેન્ક્સ અથવા સ્પોન્સર બેન્ક કે બેન્કો દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સ ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ નહીં લઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.