Abtak Media Google News

પ્રાઇસ બેન્ડ વેદાંત ફેશન્સ લિમિટેડના 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ 824 થી866 નક્કી થઈ

વેદાંત ફેશન્સ લિમિટેડ (વીએફએલ અથવા કંપની) 4 ફેબ્રુઆરી, 2022ના રોજ એનો આઇપીઓ (ઓફર) લાવશે. એન્કર રોકાણકારના બિડિંગની તારીખ 3 ફેબ્રુઆરી, 2022ને ગુરુવાર હશે.ઓફરની પ્રાઇસ બેન્ડ 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ 824થી 866 નક્કી થઈ છે. બિડ લઘુતમ 17 ઇક્વિટી શેર અને પછી 17 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં કંપનીના 1ની ફેસ વેલ્યુ ધરાવતા 36,364,838 ઇક્વિટી શેર (ઇક્વિટી શેર્સ) સામેલ છે, જેમાં 36,364,838 ઇક્વિટી શેર (ઓફર થયેલા શેર્સ)ના વેચાણ માટેની ઓફર, રહાઇન હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા 17,459,392 ઇક્વિટી શેર, કેદારા કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ -કેદારા કેપિટલ એઆઇએફ 1 દ્વારા 723,014 ઇક્વિટી શેર અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ (એના ટ્રસ્ટી, મોદી ફિડ્યુશિયરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સક્રિય) દ્વારા 18,182,432 ઇક્વિટી શેર સામેલ છે (સંયુક્તપણે વિક્રેતા શેરધારકો).  આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ, બીએસઈ સાથે સંયુક્તપણે સ્ટોક એક્સચેન્જીસ)પર લિસ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.