Abtak Media Google News

દ્વારકામાં ઝડપાયેલા કરોડોના ડ્રગના જથ્થા બાદ આ મામલો કેબિનેટ બેઠકમાં પણ ગુંજયો હતો. ડ્ર્ગ્સના રેકેટ પર ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. ગુજરાતમાં ડ્ર્ગ્સની બદી અટકાવવા ગૃહ પ્રધાન એકશન મોડ પર આવી ગયા છે. રાજ્યભરમાં ડ્રગ્સના પેડલરો પર ગૃહ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે.

ડ્ર્ગ્સના રેકેટ સામે કડક પગલા લેવાના હર્ષ સંઘવી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. તો સ્થાનિક પોલીસને પણ ડ્ર્ગ્સના ધંધાનો પર્દાફાશ કરવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે. ડ્ર્ગ્સના ધંધા સાથે સંકળાયેલા ડ્ર્ગ્સ માફિયા પર રાજ્યવ્યાપી દરોડા પાડવાની કાર્યવાહીના પણ આદેશ કરાયા છે. રાજયમાં છેલ્લા કેટલાક દિવસોમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે.

નોંધનીય છેકે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે અને, ગુજરાતના યુવાનો નશાખોરીના રસ્તે ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં દારુ, ડ્રગ્સ, ગાંજો અને ચરસનો જથ્થો અવારનવાર પકડાતો રહે છે. છેલ્લા ૩૬ કલાકમાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા દેવભૂમિ દ્વારકામાં  કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તો છોટાઉદેપુરમાં ગઇકાલે રૂ.૭૦.૮૬ લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. તો અમદાવાદ ગ્રામ્ય SOGએ ગઇકાલે રૂ.૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.