અલૌકિક અનુભૂતિની યાત્રા એટલે અમરકંટક નર્મદાના ઉદ્ગમ સ્થાનની આસપાસ પ્રકૃતિ મનભરીને ખીલી

ઠેર ઠેર ઝરણા, ગુફા, પ્રાચીન આશ્રમો અને પહાડોના દર્શનીય સ્થળ અદભુત ખજાનો: માઇકી બગીયા  એક એવું દર્શનીય સ્થળ છે: જયાં માં નર્મદાનું બાળપણ વીત્યું હતું: આ સ્થળના દર્શનથી દોઢ કરોડતીર્થ યાત્રાનું પુણ્ય મળે છે

મધ્યપ્રદેશમાં માં નર્મદાનું ઉદગમ સ્થાન અમરક એક અલૌકિક અનુભૂતિની યાત્રા કરાવે છે . અહીં કુલ ચાર દિવસ જો ફાળવવામાં આવે તો 40 વર્ષના શાક ઉતારી જાય છે .

આમ તો મુખ્ય દર્શન માત્ર બે દિવસમાં  પણ થઇ શકે છે , પરંતુ આ માત્ર ઝાંખી જેવું લાગે છે , જો ચાર દિવસનો સમય કાઢવામાં આવે તો એકદમ વાજબી દરની સુંદર રહેવા જમવા સાથેની સુવિધા પણ ઉપલબ્ધ છે .

હોટેલ અમરકંટક સન સહિત ખુબ સગવડ છે.  સૌથી પહેલામાં નર્મદાનું મંદિર દર્શનીય છે. અહીં 24 જેટલા અન્ય પ્રાચોન મંદિર પણ છે , જયારે માં નર્મદાનું પ્રાગટ્ય નહોતું થયું એ પહેલા લોકો અહીં સૂય કુંર્ડમાં સ્નાન કરી તન અને મન શુદ્ધ કરતા હતા . નર્મદા મંદિર એક શક્તિપીઠ પણ છે , અહીં પાર્વતીજી માતાના નિતંબ પડ્યા હોવાની માન્યતા છે . બાબા અમરકંઠ મહાદેવ બદ્રીનારાયણ પાતાળગર મહાદેવ પણ અદભુત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે

આ પ્રાચીન મંદિરા  સાથે રસપ્રદ  કથા પણ જોડાયેલી છે.  યંત્ર મંદિર વિષે એવું કહેવાય છે . કે અહીં જે મંદિર નિર્માણાધીન છે તે મંદિરનું કામ 15 જ દિવસ શુભ નક્ષત્ર હોય ત્યારે જ ચાલે છે , આ મંદિરના દર્શન પણ તન , મન અને ધનને સમૃદ્ધ કરે છે ,

સોન નદી જ બંગાળ તરફ ફંટાઈ જાય છે તેના વિષે એક એવી દંતકથા છે કે સોને કે બ્રહ્માજીના પુત્ર હતા જેની સાથે નર્મદાના લગ્ન થવાના હતા પરંતુ જયારે જાન આવી છે કે નહિ તે જોવા માટે નર્મદાએ પોતાની દાસીને પોતાના વસ્ત્રો ધારણ કરી મોકલી ત્યારે દાસીને નર્મદા જાણી તેના લગ્ન સૌન સાથે કરી દેવાયા એ પછી નર્મદા અરબી સમુદ્ર તરફ ફંટાઈ ગયા અને અને સોન બંગાળ તરફ ફંટાઈ ગયા એ પહેલા બંનેનો સંગમ થતો હતો

. માઈકી બગિયા એક એવું દર્શનીય સ્થળ છે જ્યાં માં નર્મદાનું બાળપણ વીત્યું હતું , આ સ્થળના દર્શનથી દોઢ કરોડ તીર્થ યાત્રાનું પુણ્ય મળતું હોવાનું માનવામાં આવે છે .

કબીર ચબુતરા , કપિલ ધારા , દુગ્ધધારા ઓરંડી અંગ વિંગેરે એવા પ્રચીન સ્થળો છે જ્યાં કપિલ મુનિ , દર્વાસા અને ઓરંડી ઋષિઓએ તપસ્યા કરી દુગ્ધારામાં હતી.

દુગ્ધારામાં તો રીતસર દૂધની ધારા થતી હોય તેવું શફેદ રંગના જળનો પ્રવાહ વહે છે .

અમરકંટક થાત્રા દરમિયાન અહી જૈન મંદિર પણ અદભુત દર્શનીય સ્થળ છે , અહીં કમળની મૂર્તિને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે . જવાલેસ્વાર મહાદેવ ઉપર અભિષેક કરવાથી આ અભિષેક સીધો રામેશ્વર મહાદેવ ને પહોંચતો હોવાનું પણ માનવામાં સ્થાન મળ્યું છે.

જલાવસ્વાર મહાદેવ ઉપર અભિષેક કરવાથી આ અભિષેક સીધો રામેશ્ર્વર મહાદેવને પહોચતો હોવાનું પણ માનવામાં આવે છે. રામેશ્ર્વર મહાદેવની 11 ફુટ ઉંચી અને પ1 ટન વજન ધરાવતી શિવલીંગ છે.

ગણેશજી તો અહી સ્વાયંભૂ પ્રગટ થયા છે. હનુમાનજીના ચરણ ચિન્હ શંભુધારા સરોવર, અને કેટલાક કુદરતી વોટરફોલ પણ અંતરની યાત્રા કરાવે છે.

ટ્રેન અને વાહન દ્વારા અમરકંટક પહોચી શકાય છે. આ ઉપરાંત હવાઇ માર્ગે પણ પહોચવાની સુધી ઉપલબ્ધ છે.

ટુંકમાં એક વખત અમરકંટકની યાત્રા કર્યા પછી જીવનયાત્રામાં પણ અલૌકિક અનુભુતિનો આનંદ માણ્યાનો લ્હાવો મળ્યાનો અહેસાસ ચોકકસ થશે.

આ લેખમાં અમુક જ રમણીક સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.