Abtak Media Google News

કાર્તિક પૂર્ણિમાએ નિત્યક્રમ મુજબ મધ્ય રાત્રીએ વિશેષ મહાપૂજા-આરતી થશે

ગુજરાત રાજ્યમાં તહેવારોની મોસમ આવી રહી છે, હિન્દુઓનો મોટો તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં ઘાતક અને જીવલેણ કોરોના વાયરસના સંક્રમણના કારણે સોમનાથ કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જો કે, કાર્તિક પૂર્ણિમાએ નિત્યક્રમ મુજબ મધ્ય રાત્રીએ વિશેષ મહાપૂજા-આરતી થશે.

સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળાનું આયોજન અંગે લાંબા સમયી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આખરે કાર્તિક પૂર્ણિમાના મેળાનું આયોજન ન કરવાનો નિર્ણય લેવાયો છે.. સોમનાથમાં દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં હજારો શ્રધ્ધાળુઓ ભાગ લેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.