Abtak Media Google News

ઠંડા ઠંડા કુલ કુલ

સિંહ, વાઘ, દીપડા અને રીંછને રાત્રે નાઈટ સેલ્ટરમાં પૂરી દેવામાં આવે છે, દરવાજા અને બારીઓ કોથળા અને કંતાનથી ઢાંકી દેવાય: હરણના પાંજરામાં સૂકા ઘાસની પથારી, સાપ ઘરમાં ધાબળાના ટુકડા, ઘાસની પથારી અને માટલામાં લેમ્પ ગોઠવાયા: વાંદરાના પાંજરામાં ફ્લોરિંગ પર લાકડાના પાટીયા ગોઠવી દેવાયા

ઉત્તરીય રાજ્યમાં સતત પડી રહેલી બરફ વર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે.આવામાં પ્રદ્યુમન પાર્ક ઝુમાં પ્રાણી અને પક્ષીઓ સહિતના જીવોને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડીની સીઝનમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં ૧૦ ટકા જેવો વધારો નોંધાયો છે, તો બીજી તરફ મગરનો ખોરાક ઘટી ગયો છે.

02 1

આ અંગે  વધુ માહિતી આપતા ઝુ  સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ  જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. આવામાં  હાડ થીજાવતી ઠંડીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ,વાઘ સફેદ,વાઘ,દીપડા સહિતના તમામ પ્રાણીઓને ઝૂમાં જંગલ જેવું વાતાવરણ પૂરું પાડવામાં રહ્યું છે.શિયાળાની ઠંડીમાં પ્રાણીઓને બચાવવા માટે રાત્રી દરમિયાન તેઓને નાઈટ સેલ્ડરમાં પૂરી દેવામાં આવે છે. અહીં બારી અને દરવાજામાંથી ઠંડો પવન આવે તે માટે કોથળા અને કંતાનો ઢાંકી દેવામાં આવ્યા છે. હરણ સામાન્ય રીતે ખુલ્લા પાંજરામાં રાખવામાં આવે છે બેસવાની જગ્યા પર સૂકા ઘાસની પથારી કરી દેવામાં આવી છે જેના કારણે તેને જમીનને ઠંડકથી રાહત મળે.સાપ ઘરમાં ધબળાના નાના ટુકડા પાથરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત ઘાસ નાખી દેવામાં આવ્યું છે અને માટલા મૂકી તેમાં સતત લેમ્પ ચાલુ રાખવામાં આવી રહ્યો છે.સરીસૃપ જીવો જે ઠંડીમાં ધાબળામાં જતા રહે છે અથવા શરીર ગરમ કરવા માટે લેમ ચાલુ હોય તે માટલા સાથે સતત અટવાયેલા રહે છે.

તેઓ વધુમાં ઉમેર્યું હતું કે પક્ષીઓને ઠંડીથી બચવા માટે અહીં પણ લેમ્પ વાળા માટલા મૂકવામાં આવ્યા છે અને ઝીણાં ઝીણાં   ઘાસ પાથરી દેવામાં આવ્યું છે જેથી તેને ગરમી મળી રહે. વાંદરાના પાંજરામાં જમીન પર લાકડાના પાટીયા ગોઠવી દેવામાં આવ્યા છે. વાંદરાને પણ રાત્રી દરમિયાન નાઈટમાં પુરી દેવામાં આવે છે. પ્રદ્યુમન પાર્કમાં ૫૪ પ્રજાતિના  ૪૫૦થી વધુ પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે.

૪૫૦ જેટલા પશુ-પક્ષીઓનો ડાયટ પ્લાન

Img 20201218 Wa0159

પ્રધ્યુમન પાર્ક ઝુમાં ૫૪ જાતિના ૪૫૦થી વધુ પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરે છે તેમાં દરેક પ્રાણીઓને અલગ અલગ પ્રકારનો ખોરાક આપવામાં આવતો હોય છે.જેમાં માંસાહારી પ્રાણીઓને દિવસમાં સાંજના સમયે એક વખત ખોરાક આપવામાં આવતો હોય છે. જયારે હરબીવોરસ પ્રાણીઓને દિવસમાં બે વખત ખોરાક આપવામાં આવે છે. જેમાં સવારના ભાગે લીલો ચારો, મકાઈ, રજકો, અને સાંજના સમયે દાણા, ચણા, આપવામાં આવે, રીંછ મિશ્રહારી પ્રાણી છે. તેને સવારે દુધ ભાત, અને સાંજના સમયે ફૂટર્સ, મધ, મીકસ અનાજના રોટલા આપવામાં આવે, વાંદરાને પણ બે ટાઈમ ખોરાક આપવામાં આવે. ઝુ દ્વારા ત્રણેય ઋતુમાં વન્યપ્રાણીઓનાં તંદુરસ્તી પર તેમના ઉપર કોઈ આડઅસર ન થાય તંદુરસ્તી ન જોખમાય તે માટે ખાસ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે. સિંહ, વાઘ, દિપડા જેવા પ્રાણીઓને ઠંડીમાં નાઈટ સેલ્ટરમાં રાખીએ ત્યાં ખોરાક પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

સિંહ, વાઘ અને દીપડાનો ખોરાક વધ્યો: મગરના ખોરાકમાં ઘટાડો

Vlcsnap 2020 12 19 13H46M50S108

શિયાળાની કાતિલ ઠંડીમાં માંસાહારી પ્રાણી જેવા કે સિંહ, વાઘ અને દીપડા સહિતના પ્રાણીઓના ખોરાકમાં સરેરાશ ૧૦ ટકા જેટલો વધારો છેલ્લા એકાદ મહિનામાં નોંધાયો છે તો બીજી તરફ મગરના ખોરાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સિંહ વાઘ અને દીપડા દિવસ દરમિયાન ૭ થી લઇ ૧૦ કિલો જેટલો ખોરાકમાં લે છે જેની સરખામણી શિયાળાના દિવસોમાં ૮થી લઇ ૧૨ કિલો જેટલું માંસ ખોરાકમાં લેતા હોય છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ તેઓને વધુ ખોરાક આપી દેવાનું શરુ કરી દેવામાં આવે છે. બીજીતરફ મગરના ખોરાકમાં શિયાળાના દિવસોમાં ઘટાડો જોવા મળે છે સામાન્ય રીતે મગર એકાંતરા ભોજન લેતી હોય છે પરંતુ શિયાળામાં અઠવાડિયામાં એક જ વખત ભોજન લે છે.સવારના સમય દરમિયાન સૂર્યપ્રકાશ મેળવવા માટે મગર બહાર જોવા મળતી હોય છે. રાત્રી દરમિયાન ઠંડીમાં મેળવવા માટે પોન્ડમાં ઊંડી જતી રહે છે. હાલ કોરોનાના કારણે ઝુ  ખુલ્લુ હોવા છતાં લોકોની અવરજવર ખુબ જ ઓછી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.