Abtak Media Google News

૪૦૦૦ બાઈક સવારો ૬૦ જેટલી ફોરવ્હીલ વાહન અને ૧૫ જેટલી બસોમાં આશરે દસ હજાર લોકોની કાગવડ જવા મહારેલી યોજાઈ   

ખોડલધામ સમિતિ જૂનાગઢ અને ગીર સોમનાથ દ્વારા ભવ્યાતિભવ્ય બાઇક રેલી અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોના લેઉવા પટેલ સમાજના યુવાનો બાઇક રેલી સ્વરૂપે જુનાગઢ  આવી પહોંચ્યા જ્યાં પધારી જુનાગઢ મહાનગરના મળીને કુલ ૪૦૦૦ જેટલા બાઈક સવારો સત્યમ પાર્ટી પ્લોટ ખાતે એકત્રિત થયા હતા જ્યાં ખોડલધામ ટ્રસ્ટના જુનાગઢ જિલ્લાના ટ્રસ્ટીઓએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં અંદાજે ૪૦૦૦ જેટલા બાઈક સવારો અને ૬૦ જેટલી ફોરવવ્હીલ તેમજ ૧પ બસોમાં મહિલાઓ સહિતની રેલીને  કાગવડ ખોડલધામ જવા માટે સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.

Img 20190909 Wa0003

અત્રે લેઉવા પટેલ સમાજના દસ હજાર જેટલા સભ્યો રેલી સ્વરૂપે જૂનાગઢ શહેરમાંથી જેતપુર થઈને કાગવડ  પહોંચ્યા ત્યારે લેઊવા પટેલ સમાજની શિસ્ત, સમયસૂચકતા અને સંસ્કારીતાની આગવી ઓળખ બાઈક રેલી દરમ્યાન લોકોએ નિહાળી હતી. બાઈક સવારો માટે પીવાનાં પાણીની ઉપલબ્ધિ માટે એક આર. ઓ પાણી વાહન તેમજ બે એમ્બુલન્સ ગાડી અને જો કોઈ ગાડીમાં પંચર કે ગાડી બગડવાનો યોગ બને તો તે ગાડી ને મરામત કરવા માટે મોબાઈલ ગેરેજ વાન પણ સાથે રાખવામાં આવ્યું હતું શિસ્તબદ્ધ રીતે ૪૦૦૦ બાઇકો લોકજાગૃતિનો સંદેશો પ્રસરાવતી જૂનાગઢના રાજમાર્ગો પરથી જ્યારે પસાર થઈ ત્યારે લેઉવા પટેલ સમાજની એકતા,સંગઠિતતા તેમજ શીસ્તના દર્શન થયા હતા,આ બાઇક રેલી સવારે  કાગવડ ખાતે પહોંચી ત્યારે કાગવડ ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોએ રેલીને આવકારી જુનાગઢ થી પધારેલ ધ્વજાજીનું પૂજન કરી રેલીમાં પધારેલ તમામ લોકોને બે બે વૃક્ષો વાવવા નરેશભાઇ પટેલે સંકલ્પ લેવડાવ્યો હતો ,ચોમાસાના સારા વરસાદ નિમિત્તે પ્રકૃતિ અને પર્યાવરણનું સંવર્ધન થાય અને આપણું ગુજરાત હરિયાળું બને તે દિશામાં ખોડલધામટ્રસ્ટટે દસ હજાર જેટલા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લેઉવા પટેલ સમાજના લોકો પાસે વીસ હજાર વૃક્ષોનું વાવેતર થવા લોકજાગૃતિ નો સંદેશો પ્રસરાવ્યો હતો, વૃક્ષ વાવેતરના સંકલ્પ બાદ ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો હતો અને બાદમાં સૌ જ્ઞાતિજનો એક પંગતે બેસીને મહાપ્રસાદ લીધો હતો, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લેઉવા પટેલ સમાજના તમામ લોકો વર્ષ ૨૦૧૧થી ખોડલધામ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે તેમ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલે ખાસ ઉલ્લેખ કરી ખોડલધામ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓની સાથે આવનારા દિવસોમાં કૃષિ તેમજ શિક્ષણ વિષય હાથ ધરવાના કાર્યક્રમોની સાથે વિવિધ જાણકારી રજૂ કરી હતી,  તમામ દેશ વાસીઓને માં ખોડીયારનાં આશીર્વાદ મળે તેવી શુભકામના વ્યક્ત કરી હતી,આવનારા દિવસમાં ખોડલધામ ટ્રસ્ટના નેજા નીચે દક્ષિણ ગુજરાતમાં અને એમાય ખાસ સુરત વિસ્તાર બાજુ વસવાટ કરતા લેઉવા પટેલ સમાજના લોકોને કુળદેવી માં ખોડીયારનાં સરળતાથી દર્શન કરી શકાય અને ખોડલધામની વિવિધ પ્રવૃતિઓનું સરળતાથી સંકલન થઈ શકે તે દિશામાં પરિવારની લાગણી ને ધ્યાનમાં લઈને સુરત મુકામે પણ ખોડલધામનું બીજું એકમ નિર્માણ થનાર છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી, કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનાગઢ ખોડલધામ જિલ્લા સમિતિ, યુવા સમિતિ ,મહિલા સમિતિ ,સમાધાન પંચ તેમજ સ્વયંસેવકોની ટીમોએ જહેમત ઉઠાવી હતી ખોડલધામ સમિતિ જૂનાગઢના કાર્યકર્તાઓએ બાઇક રેલીને  જૂનાગઢના રાજમાર્ગો પર પસાર થવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા લોકજાગૃતિનો સંદેશો વહન કરવા માટે પ્રચાર માધ્યમના મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.